1 વર્ષ બાદ સૂર્ય ગ્રહ કરશે શનિના ઘરમાં પ્રવેશ, ત્રણ જાતકોને થશે શુભફળની પ્રાપ્તિ, ધનલાભનો યોગ
Surya Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરથી કેટલાક જાતકોને શુભ ફળ મળશે.
Sun Transit in Aquarius: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્ન કરે છે, જેની અસર દરેક જાતકો પર પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ ફેબ્રુઆરીની શરૂઆતમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. સૂર્યના રાશિ પરિવર્તનથી ત્રણ જાતકોને લાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિની સપ્તમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. સાથે સૂર્ય દેવ તમારી રાશિના સ્વામી છે. તેથી આ સમય પરીણિત લોકો માટે ખુશમય રહેશે. તો જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. તમારા દ્વારા આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. નોકરી બદલવાનું વિચારી રહ્યાં હોવ તો તમને સફળતા મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં ધંધો કરવા ઈચ્છો છો તો તમને સારો લાભ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં બુધ અને શુક્રની આ જાતકો પર રહેશે કૃપા, લક્ષ્મી નારાયણ યોગથી થશે ધનલાભ
ધન રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન તમને લાભ કરાવી શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે તમને નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે. સાથે તમને પૈતૃક સંપત્તિથી લાભ મળશે. આ સમતને તમને ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. તો જે લોકો વિદેશ વેપાર સાથે જોડાયેલા છે તેને લાભ થઈ શકે છે. સૂર્ય દેવ તમારી રાશિના નવમ ભાવના સ્વામી છે, તેથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળી શકે છે.
કુંભ રાશિ
સૂર્ય દેવનું ગોચર કુંભ રાશિના જાતકો માટે લાભદાયી રહી શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર ભ્રમણ કરશે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારો આત્મવિશ્વાસ વધશે. ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમે ધાર્મિક યાત્રા કરી શકો છો. સાથે સૂર્ય દેવ તમારી રાશિના સપ્તમ ભાવના સ્વામી છે. તેથી તમને રોકાણ કરવાથી લાભ થશે. તમારી આવક વધી શકે છે.