નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2023: વૈદિક જ્યોતિષમાં સૂર્યની રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. રાશિચક્રમાં કુલ 12 રાશિઓ છે. આવી સ્થિતિમાં, સૂર્યને તેનું રાશિચક્ર પૂર્ણ કરવામાં 1 વર્ષનો સમય લાગે છે. જ્યોતિષના મતે જો કુંડળીમાં સૂર્ય ઉચ્ચ અને શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને ઘણી પ્રગતિ થાય છે. ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલ 2023 ના રોજ છે. હનુમાન જન્મોત્સવ પછી સૂર્યની રાશિ બદલાશે. 14 એપ્રિલ, 2023 ના રોજ, સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિઓને થશે સૂર્ય ગોચરથી ફાયદો-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સૂર્ય ગોચરથી મેષ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયમાં નોકરી કરનાર લોકોની આવકમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. જીવનમાં ખુશી આવશે. આ સમયમાં ભાગ્યને કારણે કેટલાક કામ થશે. 


મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમને આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે છે. આ દરમિયાન તમને આર્થિક લાભ મળી શકે છે. આ સમયમાં અટવાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ 20 એપ્રિલે આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, જાણો સમય અને તેની શું થશે અસર


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય ગોચરથી સિંહ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ થઈ શકે છે. આ સમય તમારા માટે સિદ્ધિઓથી ભરેલો રહી શકે છે. કરિયરમાં નોકરી માટે નવી તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓ માટે આ સમય શુભ રહેવાનો છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સારૂ રહેશે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. તમારી આવકમાં વધારા સાથે પ્રમોશન પણ મળી શકે છે. આત્મવિશ્વાસની સાથે ઉત્સાહ વધશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. પારિવારિક જીવનમાં ખુશી આવશે. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube