Surya Gochar 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 15 જાન્યુઆરી 2024 ના રોજ ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાંથી  મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. મકર રાશિમાં સૂર્યનું પરિવર્તન મકર સંક્રાંતિ કહેવાય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસથી સૂર્ય પણ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી 4 રાશિઓ છે જેના માટે આ સૂર્ય સંક્રાંતિ અથવા મકરસંક્રાંતિ ખૂબ જ શુભ રહેવાની છે. સૂર્યનું ગોચર આ રાશિના લોકોને આર્થિક લાભ લાવશે.


આ પણ વાંચો: Pitra Dosh:આ તારીખે છે વર્ષ 2024 ની પહેલી અમાસ, પિતૃ દોષ દુર કરવા અમાસ પર કરો આ ઉપાય


સૂર્ય ગોચરની સકારાત્મક અસર


મેષ રાશિ


મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે. આ લોકોને પ્રોપર્ટીથી ફાયદો થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. નવી નોકરી કે ટ્રાન્સફર-બઢતીની ઈચ્છા પૂરી થઈ શકે છે. કલા અને સંગીતમાં રસ વધશે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે.


મિથુન રાશિ


સૂર્યનું ગોચર મિથુન રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. તમારા અધુરા કામ પૂર્ણ થશે. તેનાથી માનસિક શાંતિ અને સુખ મળશે. નાણાકીય લાભ થઈ શકે છે. નોકરીમાં રહેલા લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. ઘરમાં પણ સારું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે.


આ પણ વાંચો: Ram Darbar: ઘરની આ દિશામાં પધરાવો શ્રીરામ દરબારની તસવીર, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


કન્યા રાશિ 


સૂર્યનું ગોચર કન્યા રાશિના જાતકોને પ્રગતિ કરાવશે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. નોકરીમાં અધિકારીઓ તમારો સાથ આપશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થશે. તમે બચત કરવામાં પણ સફળ થશો.


ધન રાશિ
 
તમારો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમે એક પછી એક સફળતા પ્રાપ્ત કરશો. ધન લાભની તકો મળશે. તમારી આવકમાં કાયમી વધારો પણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે. વૈવાહિક સુખ રહેશે. પરિવારમાં માન-સન્માન વધશે.


આ પણ વાંચો: Budh Gochar 2024: બુધ ગ્રહના ધન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકો થશે માલામાલ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)