Sun Transit Mercury Horoscope : સૂર્ય દેવે કાલે મિથુન રાશિમાં ગોચર કર્યું છે, જ્યાં પહેલાથી બુધ બિરાજમાન છે. આ બે ગ્રહોની યુતિ બની ચૂકી છે. સૂર્ય ગોચરથી એક દિવસ પહેલા બુધ ગોચર થયું હતું. સૂર્યના મિથુન રાશિમાં પ્રવેશ કરતા સૂર્ય અને બુધની યુતિથિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. બુધ અને સૂર્યની યુતિ 28 જૂન સુધી રહેશે. આવો જાણીએ મિથુન રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budhaditya Rajyoga: સૂર્ય-બુધ ગોચરથી કયાં જાતકોને લાભ?
મિથુન રાશિ

બુધ-સૂર્યની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ મિથુન રાશિના જાતકો માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. વેપારમાં આવી રહેલી મુશ્કેલી સમાપ્ત થવા લાગશે. સૂર્ય ગ્રહની કૃપાથી વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય ધીમે-ધીમે ઠીક રહેવાનું છે. તો આર્થિક સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે. 


સિંહ રાશિ
મિથુન રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ સિંહ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહ્યો છે. બુધના શુભ પ્રભાવથી વેપાર સાથે જોડાયેલી યોજનાઓ પોતાનો કમાલ દેખાડશે. તો સમાજમાં નામ અને કામ બંને માન-સન્માન મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. તો કેટલાક લોકો પોતાના ભાઈ-બહેન સાથે સમય પસાર કરશે. અટવાયેલા કાર્ય ગતિ પકડશે. 


આ પણ વાંચોઃ Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને મિથુન રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ લાભ અપાવશે. કાર્યક્ષેત્રમાં આવેલી મુશ્કેલી ખતમ થઈ જસે. વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે. નોકરી કરનાર લોકોને પોતાના બોસ અને સહયોગીઓનો સાથ મળશે. પરિવારની સાથે ફરવા જઈ શકો છો. તો લગ્ન જીવનમાં મધુરતા રહેશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.