Saturn Retrograde 2023: ન્યાયના દેવતા ગણાતા શનિદેવ 17 જૂન 2023થી ઉલ્ટી ચાલ ચાલવાના છે એટલે કે વક્રી થવાના છે. આ અવસ્થામાં તેઓ 17 ઓક્ટોબર સુધી રહેશે. એવું કહેવાય છે કે જ્યારે શનિદેવ વક્રી થાય છે ત્યારે તેમની શક્તિમાં કમી આવી જાય છે અને તે સંલગ્ન કાર્ય લટકી જાય છે. આ જ કારણ છે કે શનિ વક્રી થતા લોકોને ધૈર્ય રાખવા અને સમજી વિચારીને કાર્ય કરવા માટે કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બની રહ્યા છે 2 સુપર રાજયોગ
જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ આ વખતે શનિના વક્રી થવા પર 2 ખાસ વાત થવા જઈ રહી છે. આ વખતે 2 સુપર રાજયોગ બની રહ્યા છે. પહેલો રાજયોગ આ વર્ષે 11 સપ્ટેમ્બરે બનશે. તે દિવસે શનિ, ગુરુ અને રાહુ એક સાથે એક જ રાશિમાં હાજર રહેશે અને તેમની યુતિ બનશે. આ જ રીતે બીજો રાજયોગ આ વર્ષ 26 સપ્ટેમ્બર 2023ના રોજ બનશે. તે દિવસે મંગળ, શનિ અને રાહુની યુતિ બનશે. 


અટકેલા કામો પાર પડશે
આ બે સુર રાજયોગ ધન સંપત્તિ, વાહન, નોકરી-કારોબારમાં પ્રગતિની રીતે ખુબ શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી 3 રાશિઓના જીવનમાં 4 મહિના સુધી સુખ સમૃદ્ધિનો વરસાદ થવા જઈ રહ્યો છે. તેઓ જે પણ કામ શરૂ કરશે તેમાં તેમને સફળતા મળશે. તેમના અટકેલા તમામ કામ આપોઆપ પાર પડતા જશે. આવો જાણીએ આ 4 રાશિઓ કઈ છે. 


આ 4 રાશિઓને થશે ફાયદો જ ફાયદો...


સિંહ  રાશિ
તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. તમે તમારા પોતાના ઘરમાં શિફ્ટ થઈ શકો છો કે નવી દુકાન ખરીદી શકો છો. જોબ કરનારાઓને ઈન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન મળવાના યોગ છે. તમારા બિઝનેસનો વિસ્તાર કરી શકો છો. તેઓ નવા ક્ષેત્રમાં રોકાણ પણ કરી શકે છે. 


વૃષભ રાશિ
બે સુપર રાજયોગ બનવાથી તમારા જીવનમાં અનેક ખુશીઓનું આગમન થશે. તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકો છો. તમને પરિવારના લોકોનો સાથ મળશે. 


મિથુન રાશિ
જીવનમાં નવી તકો શોધી રહેલા લોકોને મંજિલ મળી શકે  છે. તેમને આગળ વધવા માટે નોકરી-કારોબારમાં નવી તકો મળી શકે છે. અચાનક ક્યાંકથી ધન મળવાના યોગ છે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. તમામ ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. 


મેષ રાશિ
શનિ દેવ આ રાશિવાળાથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં નવી ડીલ મળશે. જોબ ચેન્જ કરવાનું વિચારી રહેલા લોકોને બીજી કંપનીઓથી ઓફર  લેટર મળી શકે છે. તમને તમારી મહેનત મુજબ યોગ્ય ફળ મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube