સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે
Jain Samaj Diksha : સુરતમાં બિઝનેસમેન પરિવારની દીકરીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું... 12 વર્ષની પ્રિશા આજે ઔડી કારમાં સવાર થઈને મુહૂર્ત લેવા નીકળી હતી
Jain Samaj Diksha : સુરતમાં હાલ દીક્ષા મુહૂર્તની મોસમ ચાલી રહી છે, જેમાં અડાજણ વિસ્તારમાં બિઝનેસમેન પરિવારની 12 વર્ષની દીકરીએ દીક્ષા ધારણ કરી છે. 12 વર્ષની પ્રિશા શાહ સંયમના માર્ગે પ્રયાણ કર્યો છે.
ચાતુર્માસની ઉજવણી બાદ હાલ જૈન સમાજમાં સંયમના માર્ગે જવા ઈચ્છતા લોકો વિધિવત રીતે પ્રવેશ મેળવી રહ્યાં છે. શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહે દીક્ષા મુહૂર્ત જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીની નિશ્રામાં સંયમનો માર્ગ અપનાવ્યો છે. આજે મુમુક્ષુ પ્રિશા ઔડી કારમાં પોતાના ઘરથી દીક્ષા લેવા નીકળી હતી.
સુરત પાલિકામાં આપે એવો દાવ ખેલ્યો કે હાસ્યનું મોજું ફરી વળ્યું, પક્ષપલટુ શરમાયા
સસ્તામાં ફરો આખું ગુજરાત, લોન્ચ થઈ એવી પેકેજ ટુર કે 8 દિવસમાં બધુ ફરવા મળશે
પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું. અત્રે જણાવી દઈએ કે, 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહના પણ સંયમ મુહૂર્તની તૈયારી કરી રહી છે. પ્રિશા હર્ષિત શાહની ઉંમર 12 વર્ષની છે અને માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે. પ્રિયાએ વૈભવી જીવનશૈલી છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યો છે.
દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો છે થનગનાટ : નામ પડતાં નાચી ઉઠી છે મનના મોર, જાણો કારણ