Surya Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ આત્મા, યશ, સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને પિતાનો કારક ગ્રહ છે. સૂર્ય કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ સફળ બને છે અને તે ઊંચા પદ સુધી પહોંચી યશ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે ત્યારે પણ તેનો પ્રભાવ વિશેષ રીતે જોવા મળે છે. કર્ક હાલ મિથુન રાશિમાં છે અને 16 જુલાઈ 2024 ના રોજ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ


સૂર્ય ગ્રહના કર્ક રાશિમાં પ્રવેશ પાંચ રાશિના લોકોને અપાર લાભ કરાવનાર સાબિત થશે. આ પાંચ રાશિના લોકોને આગામી એક મહિના સુધી લાભ પ્રાપ્ત થશે. સૂર્ય કૃપાથી આ રાશિના લોકોને ધન, માન, સન્માન અને સફળતા બધું જ પ્રાપ્ત થતું રહેશે. 


સૂર્યના રાશિ પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ 


આ પણ વાંચો: 26 ઓગસ્ટ સુધી સંભાળીને રહે આ 6 રાશિના લોકો, લાલ ગ્રહ જીવનમાં સર્જી દેશે ઉથલપાથલ


મેષ રાશિ 


મેષ રાશિ માટે સૂર્યનું ગોચર લાભકારી સિદ્ધ થશે. નોકરી અને વેપારમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરતા લોકો પોતાના કામથી સંતુષ્ટ રહેશે. આર્થિક લાભ થશે. લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે 


વૃષભ રાશિ


સૂર્યના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને પણ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. કારકિર્દીનો ગ્રોથ ઝડપથી ઉપર જશે. ઇચ્છિત પદ પર નોકરી મળી શકે છે. ધન લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. યાત્રા પર જવાનું થઈ શકે છે. 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 14 જુલાઈ: કન્યા રાશિના લોકો વ્યવસાયમાં પ્રગતિથી ખુશ રહેશે, આજનું રાશિફળ


મિથુન રાશિ 


મિથુન રાશિ માટે પણ સૂર્યનું ગોચર સારો સમય લાવશે. થોડા દિવસ ચૂનોતીપૂર્ણ હશે તો થોડા દિવસ રાહત મળશે. પરંતુ પ્રગતિની તકો પ્રાપ્ત થતી રહેશે. વેપારમાં નફો થશે. 


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ આપનાર સાબિત થશે. કારકિર્દીમાં પડકારનો સામનો કરવો પડશે. પરંતુ પરિણામ સારા આવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 


આ પણ વાંચો: શનિવારે સૂર્યાસ્ત પછી કરો પીપળાના ઝાડનો આ ઉપાય, મોટામાં મોટી સમસ્યા પણ દુર થઈ જશે


વૃશ્ચિક રાશિ 


વૃશ્ચિક રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન સકારાત્મક ફળ આપશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. તકનો લાભ લેવાનું ચૂકવું નહીં. આર્થિક લાભ વધશે અને ખર્ચ ઘટશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)