નવી દિલ્હીઃ Surya Rashi parivartan 2022: સૂર્યદેવ ડિસેમ્બર મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષ 2022ના છેલ્લા મહિના અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દેવે 16 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરસે. સૂર્ય ગોચર 16 ડિસેમ્બરે સવારે 9 કલાક 38 મિનિટ પર થશે. જાણો સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરવાથી કઈ રાશિના સારા દિવસો શરૂ થશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે સૂર્યદેવ પાંચમાં ભાવનો સ્વામી છે. આ સમયમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને લાભ થશે. સંબંધોમાં સુધાર થશે. કરિયર તથા વેપારમાં લાભ મળી શકે છે. 


કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોના બીજા ભાવના સૂર્યદેવ સ્વામી છે. આ સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને લાભ થઈ શકે છે. સૂર્ય ગોચર કાળમાં વાદ-વિવાદથી મુક્તિ મળશે. આર્થિક મોર્ચા પર આ ગોચર લાભદાયી સાબિત થશે. 


આ પણ વાંચોઃ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતા બનશે શશ મહાપુરૂષ યોગ, દરેક કામ થશે પૂરા, ધનલાભનો યોગ


કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોના 12માં ભાવમાં સૂર્ય ગ્રહ સ્વામી છે. આ દરમિયાન કારોબારીઓને લાભ મળશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. ભાઈ-બહેનના સંબંધમાં સુધાર થશે. 


વૃશ્ચિક રાશિઃ આ રાશિના સૂર્યદેવ દશમ ભાવના સ્વામી છે. આ દરમિયાન લોકો તમારી વાતચીતથી પ્રભાવિત થશે. માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર સારૂ પ્રદર્શન કરશો. સ્થાન પરિવર્તન પણ સંભવ છે. નોકરી કરનાર જાતકોની બદલી થઈ શકે છે. 


ધન રાશિઃ આ રાશિના નવમા ભાવનો સ્વામી સૂર્યદેવ છે. સૂર્ય રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને કરિયરમાં અનુકૂળ પરિણામ મળશે. લાંબા સમટથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube