Shani Gochar 2023: શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતા બનશે શશ મહાપુરૂષ યોગ, દરેક કામ થશે પૂરા, ધનલાભનો યોગ

Shani Gochar 2023: જ્યોતિષ પ્રમાણે શનિ 17 જાન્યુઆરી 2023ના મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિ ગોચર કરતા શશ મહાપુરૂષ રાજયોગ બનશે જે તેના માટે લાભદાયી હશે. 

Shani Gochar 2023: શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતા બનશે શશ મહાપુરૂષ યોગ, દરેક કામ થશે પૂરા, ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ Shani Gochar 2023, Saturn Transit in Aquarius: જ્યોતિષમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તેની ખરાબ દ્રષ્ટિ જેના પર પડે છે, તેણે જીવનમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. તેથી બધા શનિ દેવને નારાજ કરવા ઈચ્છતા નથી. શનિ દેવ આગામી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તે 17 જાન્યુઆરી 2023ના મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી કુંભ રાશિમાં ગોચરને કારણે શશ મહાપુરૂષ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગના નિર્માણથી આ રાશિઓના દરેક કામ પૂરા થશે તથા ધન લાભ પણ થશે. આ યોગથી આ રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ, ધનલાભ, કરિયરમાં સફળતાનો યોગ પણ બનશે. 

શશ મહાપુરૂષ રાજયોગ કઈ રીતે બનશે?
જ્યારે શનિ લગ્ન ભાવથી કે ચંદ્ર ભાવથી કેન્દ્ર સ્થાન પર હોય એટલે કે શનિ જો કોઈની કુંડળીમાં લગ્ન અથવા ચંદ્રમાથી 1, 4, 7 કે 10માં સ્થાનમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો આવી કુંડળીમાં શશ મહાપુરૂષ રાજયોગનું નિર્માણ થાય છે. તેને શુભ માનવામાં આવે છે.

આ રાશિઓને થશે લાભ
શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતા વૃષભ, મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને લાભ થશે. તેનું બંધ થયેલું ભાગ્ય ખુલી જશે. વૃષભ રાશિની કુંડળીમાં ભાગ્યને પ્રભાવિત કરી રહેલા શનિનો પ્રકોપ હવે 17 જાન્યુઆરી 2023થી ખતમ થઈ જશે. આ સાથે મિથુન અને તુલા રાશિ પર ચાલી રહેલી શનિની પનોતી સમાપ્ત થઈ જશે તથા ધન રાશિના જાતકોને હવે શનિની સાડાસાતીથી સંપૂર્ણ રીતે મુક્તિ મળી જશે. ત્યારબાદ આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ શરૂ થઈ જશે અને ધન લાભ થશે. તેના દરેક કામ પૂરા થશે. 

વર્ષ 2023માં ક્યારે થઈ રહ્યો છે શનિ ગોચર (Shani Gochar 2023)
શનિ કુંભ રાશિમાં 17 જાન્યુઆરી 2023ના રાત્રે 8 કલાક 2 મિનિટમાં પ્રવેશ કરશે. તે આ રાશિમાં 29 માર્ચ 2025 સુધી સંચરણ કરશે. અહીં પર શનિ દેવ 26 મહિના સુધી સંચરણ કરશે. 

Disclaimer: આ જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news