Surya Rashi Parivartan 2023: 17 જુલાઈના રોજ સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. સૂર્ય ગ્રહ મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર થવાથી કર્ક સંક્રાંતિ શરુ થશે. આ દિવસથી સૂર્ય દક્ષિણાયન બને છે. સૂર્ય દેવ 17 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ અસર કરશે. પરંતુ 4 રાશિના લોકો માટે આ એક મહિનાનો સમય ગોલ્ડન પીરીયડ હશે. આ 4 રાશિના લોકોને ધન, પદ અને પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યના રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ પર થશે સકારાત્મક અસર


આ પણ વાંચો:


ઘરની અગાસી પર રાખેલી આ વસ્તુ કરી દેશે તમને બરબાદ, રાખી હોય તો આજે જ હટાવી કરો આ કામ


ધારણ કરેલું રત્ન તુટી જાય તો સમજવું તમારી ઘાત ટળી, ધારણ કર્યાની સાથે જ થાય છે અસર


દીવો પ્રગટાવતી વખતે આ 3 વાતનું રાખો ધ્યાન, ઘરમાં વધશે એટલું ધન કે તરી જશે સાત પેઢી


મેષ રાશિ


સૂર્યનું ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય બદલી શકે છે. નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પ્રમોશન મળવાથી પારિવારિક જીવન ખુશહાલ રહેશે. એક મહિના દરમિયાન તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ મહેનત કરતાં રહેવું. તમારા માટે અનુકૂળ સમય આવી રહ્યો છે. સફળતા મળવાની શક્યતા છે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો.


મિથુન રાશિ 


કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે લોટરી લાગવા જેવું સાબિત થઈ શકે છે. આ સમયે તમને પ્રમોશન મળવાની સંભાવના છે. વેપારીઓને નફો કરવાથી સારું રિટર્ન મળી શકે છે. આ સમયમાં આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. તેના કારણે તમને કામમાં સફળતા મળશે. પાણીમાં લાલ ચંદન અને ગોળ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.


આ પણ વાંચો:


Dhan Labh Upay: ધન લાભના આ છે અચૂક ટોટકા, રૂપિયા ગણતા ગણતા થાકી જશો એટલું મળશે ધન


50 વર્ષ પછી સર્જાયો દુર્લભ નવપંચમ રાજયોગ, મંગળ-ગુરુની યુતિથી 4 રાશિઓ બનશે ભાગ્યશાળી


કર્ક રાશિ


સૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિમાં જ થઈ રહ્યું છે, તેથી તેની સકારાત્મક અસર તમારા પર જોવા મળશે. નોકરી કરતા લોકોને નવી નોકરી મળી શકે છે, હાલની નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી આવક વધી શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સુધરશે. વેપારી લોકો પોતાના કામને વધારવાનો પ્રયાસ કરી શકે છે. જે લોકો સિંગલ છે તેમને સારા સમાચાર મળી શકે છે.


તુલા રાશિ


સૂર્યના ગોચરના કારણે તમે તમારા માટે નવું વાહન ખરીદી શકો છો. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે. વેપારી વર્ગ માટે આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે. રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. તમારો વ્યવસાય આગળ વધી શકે છે. ધન લાભ થશે. પડકારોનો સામનો કરવામાં સફળ થશો.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)