Surya Gochar 2023: જલદી બની રહ્યો છે અત્યંત પાવરફૂલ બુધાદિત્ય રાજયોગ! આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, જબરદસ્ત નાણાકીય લાભ થશે
Sun Transit 2023 April: માર્ચ મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ મહત્વનો છે. 12 માર્ચના રોજ ધન એશોઆરામ, પ્રેમનો કારક ગ્રહ શુક્ર ગોચર કરી રહ્યો છે. જ્યારે 16 માર્ચના રોજ સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્યનો કારક ગ્રહ સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ બુધ ગ્રહ છે.
Sun Transit 2023 April: માર્ચ મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ મહત્વનો છે. 12 માર્ચના રોજ ધન એશોઆરામ, પ્રેમનો કારક ગ્રહ શુક્ર ગોચર કરી રહ્યો છે. જ્યારે 16 માર્ચના રોજ સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્યનો કારક ગ્રહ સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ બુધ ગ્રહ છે. આવામાં મીન રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી શક્તિશાળી બુધાદિત્ય રાજયોગ ખુબ લાભ પહોંચાડશે. બુધાદિત્ય રાજયોગ આ 3 રાશિવાળાને અપાર ધન લાભ માન સન્માન અપાવશે.
બુધાદિત્ય રાજયોગ આ રાશિવાળાઓને કરાવશે તગડો લાભ
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાઓને બુધાદિત્ય રાજયોગ તગડો લાભ કરાવશે. આ જાતકોની આવકમાં જબરદસ્ત વધારો થશે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. રોકાણથી લાભ થશે. સિંગલ જાતકોના લગ્ન થઈ શકે છે. વિવાહિતોનું જીવન ખુશહાલ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને બુધાદિત્ય ખુબ શુભ ફળ આપશે. નોકરીમાં પ્રગતિ થશે. નવી નોકરીની શોધ પૂરી થશે. વેપારમાં નફો વધશે. ખાસ કરીને રાજકારણમાં સક્રિય લોકોને હાલ ખુબ મોટી સફળતા મળી શકે છે. પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ મળશે. આર્થિક સ્થિતિ સારી થશે.
કર્ક રાશિ
બુધાદિત્ય રાજયોગ બનવાથી કર્ક રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. કામ સફળ થશે. તમારી મનોકામનાઓ પૂરી થશે. વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. યાત્રાના યોગ છે. તમે સારું પ્રદર્શન કરશો અને તમારી પ્રશંસા થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)