ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર 12 રાશિના જીવન પર સકારાત્મક કે પછી નકારાત્મક પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય બપોરે 3.47 વાગે ગુરુની રાશિ ધનુમાં પ્રવેશ કરશે. સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિવાળાના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિમાં સૂર્ય નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશહાલી થઈ શકે છે. આ સાથે જ આધ્યાત્મ તરફ ઢળશો અને કોઈ આધ્યાત્મિક મુસાફરી થઈ શકે છે. પિતાનો સહયોગ મળશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. વિદ્યાર્થીઓના જીવનમાં આનંદ આવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. અપરણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સગાઈ થઈ શકે છે. સાહસ અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. જેનાથી કાર્યક્ષેત્રે તથા બિઝનેસમાં અપાર સફળતા સાથે નફો થશે. ભાઈ બહેન સાથે સમય પસાર થશે. 


તુલા રાશિ
સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને લાભ જ લાભ મળી શકે છે. તમારી વાણીના કૌશલ્યથી દરેકના પ્રિય બની શકશો. વ્યવસાયિક જીવનમાં પ્રગતિ  થવાના એંધાણ છે. તમારા રસના વિષયો પર કામ કરીને પ્રસન્ન થશો. ધનલાભ થશે અને તેની બચત કરવામાં પણ સફળ થશો. પ્રોજેક્ટ મામલે તમારે કોઈ મુસાફરી કરવી પડી શકે છે. પિતા અને માતાનો સહયોગ અને પ્રેમ મળશે. જીવનમાં કઈક સારું કરશો, અગ્રેસર થઈ શકશો. 


ધનુ રાશિ
આ રાશિમાં સૂર્ય પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્ય અને સૌભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સરકાર સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. પોતાનો નિર્ણય, નેતૃત્વ લેવાની ક્ષમતા દરેક ક્ષેત્રમાં પરચમ લહેરાવી શકો છો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. વ્યવસાયિક જીવનની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે. આ સાથે જ તમારા કામને જોતા પદોન્નતિ સાથે મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. અપરણીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube