સાવધાન! આ 4 રાશિવાળા માટે ખુબ ભારે છે આગામી 29 દિવસ, ધ્યાન નહીં રાખો તો ધનોત પનોત નીકળી જશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યને માન સન્માન, ઉચ્ચ પદ પ્રતિષ્ઠા, ઉર્જા, આત્મવિશ્વાસ અને બળના કારક ગ્રહ માનવામાં આવ્યા છે. જ્યારે પણ સૂર્યદેવ પોતાની રાશિ બદલે છે ત્યારે તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડતો હોય છે. ગ્રહોના રાજા સૂર્યએ 13 એપ્રિલના રોજ રાતે 9.15 વાગે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 14મી મે સુધી તેઓ આ રાશિમાં રહેશે. અહીં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવનારા એક મહિના સુધી સૂર્ય ગ્રહ આ રાશિમાં રહેશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે ખુબ સંભાળીને રહેવું પડશે. જાણો કોણે રહેવું પડશે એલર્ટ....
મેષ રાશિ
સૂર્ય ગોચરથી મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે. પ્રોપર્ટીને લઈને વિવાદ વધી શકે છે. આ દરમિયાન તમારી હેલ્થ પર વધુ ધ્યાન આપો. ક્રોધથી બચો. વ્યર્થ વાદ વિવાદથી દૂર રહો. વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કાઢવાની કોશિશ કરો.
સિંહ રાશિ
સૂર્ય રાશિ પરિવર્તનથી જીવનમાં અનેક ઉતાર ચડાવ આવશે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. વિરોધીઓ એક્ટિવ રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ રહેશે. કોઈ તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે.
કન્યા રાશિ
આ દરમિયાન અજ્ઞાત ભયથી પરેશાન રહેશે. વિવાહ લગ્ન નક્કી થવામાં વિલંબ થશે. ગૃહ કલેશનો સંકેત છે. માનસિક અશાંતિ રહેશે. કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ધનુ રાશિ
આવનારા દિવસોમાં પરિસ્થિતિઓ વિપરિત રહેશે. સંબંધોમાં મનમોટાવ આવી શકે છે. કુટુંબીજનોથી વૈચારિક મતભેદ થઈ શકે છે. વ્યર્થ વાદવિવાદથી બચો. ક્રોધ પર કાબૂ રાખો. ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો. આર્થિક મામલાઓમાં સાવધાની વર્તો નહીં તો ધનહાનિ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube