Sun Transit April 2022 : જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. સૂર્ય સફળતા, સન્માન, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ આપનારો ગ્રહ છે. 14 એપ્રિલ 2022ના રોજ સૂર્ય રાશિ બદલી રહ્યો છે. સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં એક મહિના સુધી રહેશે. આ પરિવર્તન 4 રાશિવાળા માટે ભાગ્યોદય સાબિત કરનારું બની શકે છે. આવો જાણીએ કે કઈ ચાર રાશિના જાતકોને મબલક ફાયદો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
મેષ રાશિના જાતકો આત્મવિશ્વાસ વધેલો અનુભવશે. નોકરીમાં ફેરફાર થઈ શકે છે. પ્રગતિ અને આવક વૃદ્ધિના પ્રબળ યોગ છે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્યો માટે બહાર જઈ શકો છો. ઘરમાં પણ ખુશહાલી રહેશે. 


વૃષભ
વૃષભ રાશિના જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન નોકરીની નવી તકો અપાવશે. ઈચ્છિત પદ અને પૈસા મળવાથી ખુશીનો પાર નહીં રહે. આ દરમિયાન ગુસ્સો કાબૂમાં રાખજો. 


કર્ક
કર્ક રાશિના જાતકોને સંપત્તિથી આવક થશે. અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. કરિયરમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. જે લાભદાયી સાબિત થશે. સ્થાન પરિવર્તન થઈ શકે છે. 


સિંહ
નોકરીમાં સીનિયર્સની મદદથી લાભ થશે. પ્રગતિના રસ્તા ખુલશે. આવક વધી શકે છે. નવું ઘર કે ગાડી લઈ શકો છો. પરીક્ષા-ઈન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. 


મીન
આ સમય તમને પદ-પૈસો-સન્માન ત્રણેય અપાવી શકે છે. આત્મવિશ્વાસ વધશે. જે કરિયરમાં લાભ અપાવશે. પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ ટ્રાન્સફરના યોગ છે. કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube