Maha Daridra Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય અંતર હાલ પછી રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેના બોચરથી શુભ અને અશુભ એમ બંને પ્રકારની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. આ ક્રમમાં સૂર્ય પણ દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. હાલ સૂર્ય એ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને સાથે જ દરિદ્ર યોગ યોગનું નિર્માણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક અશુભ યોગ છે જેના પ્રભાવના કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં આર્થિક સમસ્યા વધી શકે છે. મહા દરિદ્ર યોગ દરમિયાન ત્રણ રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ત્રણ રાશિના લોકોએ આ સમય દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. 


મહા દરિદ્ર યોગથી આ 3 રાશિએ રહેવું સાવધાન


આ પણ વાંચો:


રાશિફળ 04 ઓગસ્ટ: આજે આ રાશિના વેપારીઓને અચાનક થશે ધન લાભ, આર્થિક સ્થિતિ સુધરશે


કરજથી મુક્તિ અપાવે છે જ્યોતિષશાસ્ત્રના આ 6 સરળ ઉપાય, કરવાથી આર્થિક સ્થિતિ થશે મજબૂત


આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ


મિથુન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થી મહા દરિદ્ર યોગ બન્યો છે અને જેનાથી મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિના લોકોને કારકિર્દીની ચિંતા વધી શકે છે. જોબ કરતા લોકોને કાર્ય સ્થળ પર વિશેષ સાવધાન રહેવું. જીવનસાથી સાથેના સંબંધો બગડી શકે છે.


કન્યા રાશિ


સૂર્યએ બનાવેલા દરિદ્ર યોગમાં કન્યા રાશિના લોકોના જીવન ઉપર પણ પ્રતિકૂળ પ્રભાવ જોવા મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. રોકાણ માટે સારો સમય નથી. રોકાણ કરવાથી પૈસાની નુકસાની થઈ શકે છે. ખાસ કરીને પ્રોપર્ટીમાં પૈસા ન લગાડવા.


ધન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે મહા દરિદ્ર યોગ અશુભ સાબિત થશે. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જીવનસાથી ના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. દુર્ઘટનાના યોગ છે તેથી વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી. નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)