Surya Gochar in Makar 2024: ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ હોય છે. તેમાં પણ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેનો વિશેષ પ્રભાવ રાશિ ચક્રની દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. સૂર્ય જ્યારે પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે તો તેનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને શનિમાં શત્રુતાનો ભાવ છે મકર સંક્રાંતિથી એક મહિના સુધી સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં રહે છે. આ સમય દરમિયાન સૂર્ય અને શનિને વિશેષ કૃપા પણ કેટલીક રાશિના લોકો પર થાય છે. 14 જાન્યુઆરી 2024 ના રોજ મોડી રાત્રે 2 કલાક અને 32 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી એક મહિના સુધી મકર રાશિમાં સૂર્ય રહેશે અને તેના કારણે ચાર રાશિના લોકોને રોજેરોજ ધન લાભના સમાચાર મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યના ગોચરથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: Guru Gochar 2024: 30 એપ્રિલ 2024 સુધી આ રાશિઓની ચાંદી જ ચાંદી, ગુરુ કરાવશે બંપર લાભ


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ ખાસ રહેવાનું છે. આ રાશિના લોકોને અચાનક ધંધા મળી શકે છે. વિદેશથી સંપત્તિ સંબંધિત લાભ થઈ શકે છે. કરિયર માટે પણ આ સમય ખૂબ જ શાનદાર છે. કોઈ મોટી કંપનીમાં મોટા પદ પર નોકરીની ઓફર મળી શકે છે. આવકમાં વધારો થશે. વ્યવસાય પણ સારો ચાલશે.


સિંહ રાશિ


સિંહ રાશિના જાતકોને સૂર્યનું ગોચર ખૂબ લાભ કરાવશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરી મળવાના પણ યોગ જણાય છે. માન સન્માનમાં વધારો થશે અને કારકિર્દીમાં આગળ વધવાની તક મળશે. રોકાણથી લાભ થશે.


આ પણ વાંચો: મકર સંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ, પૈસાની તંગી થશે દુર


ધન રાશિ


સૂર્યનું ગોચર ધન રાશિના જાતકોને પણ ભાગ્યોનો સાથ આપશે. વિદેશથી લાભ પ્રાપ્ત થશે પરિવારમાં ખુશીઓ આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. કરિયર માટે પણ સારો સમય છે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે.


મીન રાશિ


સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકોને પણ ખૂબ લાભ કરાવશે. આ રાશિના જાતકો જે કામ પર મહેનત કરશે તેના સફળતા પ્રાપ્ત કરશે. કારકિર્દીમાં પણ સારો લાભ મળશે. નોકરીમાં સારી તક મળશે. જીવનમાં ખુશીઓ વધશે. પૈસા કમાવાના અનેક અવસર પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે.


આ પણ વાંચો: કુંડળીના આ યોગથી શેરમાર્કેટમાં થાય છે કરોડોની કમાણી, રોકાણથી ધન લાભ માટે કરો આ ઉપાય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)