Surya Gochar 2023: 15 માર્ચના રોજ સવારે 6 કલાક અને 47 મિનિટે સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. સૂર્ય એ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે હવે 14 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનથી આઠ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં પ્રગતિની તક પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ - સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે સફળતા લઈને આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે મહેનત કરવાથી સફળતા મળશે. નિરસ્તા દૂર થશે. સંતાન પ્રાપ્તિના યોગ સર્જાશે.


આ પણ વાંચો:


22 એપ્રિલે બની રહ્યો છે અશુભ યોગ, ગુરુ ચાંન્ડાલ યુતિથી આવા જાતકો રહે સતર્ક


ચૈત્ર નવરાત્રી પર સર્જાશે આ 2 શુભ સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો આ કામ, મળશે તુરંત લાભ


આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો ઘરનું નીકળી જશે ધનોતપનોત... આ નિયમ જાણવો છે જરૂરી


મિથુન - આ રાશિના જાતકો પર પણ સૂર્યની કૃપા રહેશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. સરકારી કામોમાં મદદ મળશે. સરકાર સંબંધિત અટકેલું કામ પૂરું થઈ શકે છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.


કર્ક - સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના લોકોને લાભ કરાવનાર છે. નોકરી અને બિઝનેસ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે ધર્મ, કર્મમાં રુચિ વધશે.


કન્યા - સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને બિઝનેસમાં લાભ કરાવશે. આ સમય દરમિયાન કામનો વિસ્તાર વધશે અને અટકેલા કામ પણ પૂરા થશે.


તુલા - તુલા રાશિ ના જાતકોને આ સમય દરમિયાન સફળતા મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકો શત્રુ પર હાવી રહેશે.


વૃશ્ચિક - જે જાતકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સારો સમય છે. જે સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરતા હતા તે હવે ફડશે.


મકર - સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકોને નવી તક અપાવશે. જીવનમાં પ્રગતિ થશે. નોકરી કે બિઝનેસમાં લીધેલા નિર્ણયોની પ્રસન્નતા થશે. વ્યવહાર પર નિયંત્રણ રાખવાથી સમાજમાં સન્માન વધશે.


મીન - સૂર્યનું ગોચર મીન રાશી ના જાતકો માટે યશ અને કીર્તિ વધારનાર સાબિત થશે. નોકરીમાં સારી તક મળી શકે છે. સમય સારો રહેશે. આ સમય દરમિયાન વિરોધીઓ પણ તમારી સામે મિત્રતાનો હાથ લંબાવશે.