આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો ઘરનું નીકળી જશે ધનોતપનોત... આ નિયમ જાણવો છે જરૂરી

Vastu Rules For Tulsi Plant: તુલસીનો છોડ રાખવાની સાથે જરૂરી એ પણ છે કે તમે આ છોડને યોગ્ય રીતે અને નિયમ અનુસાર રાખો. તુલસીના છોડને યોગ્ય દિશામાં રાખવો પણ જરૂરી છે અને નિયમ અનુસાર તેની પૂજા કરવી પણ જરૂરી છે.

આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો ઘરનું નીકળી જશે ધનોતપનોત... આ નિયમ જાણવો છે જરૂરી

Vastu Rules For Tulsi Plant: ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. દરેક ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે પરંતુ તુલસીનો છોડ રાખવાની સાથે જરૂરી એ પણ છે કે તમે આ છોડને યોગ્ય રીતે અને નિયમ અનુસાર રાખો. તુલસીના છોડને યોગ્ય દિશામાં રાખવો પણ જરૂરી છે અને નિયમ અનુસાર તેની પૂજા કરવી પણ જરૂરી છે. જો તમે ફક્ત તુલસીનો છોડ ઘરમાં રાખી દેશો તો તેનાથી ઘરની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ જો તમે નિયમ અનુસાર તેની પૂજા કરશો અને તેને યોગ્ય દિશામાં રાખશો તો માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં કેવી રીતે અને કઈ દિશામાં રાખવો જોઈએ.

આ પણ વાંચો:

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાની સૌથી યોગ્ય દિશા ઉત્તર, પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ દિશા છે. આ ત્રણ સ્થાન પર તુલસીનો છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સંપત્તિ વધે છે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય તુલસીનો છોડ રાખવો નહીં. આ દિશામાં તુલસીનો છોડ રાખવામાં આવે તો તેનાથી નકારાત્મક પ્રભાવ વધે છે સાથે જ ફાયદો થવાને બદલે નુકસાન થાય છે તેથી આવી ભૂલ કરતાં બચો.

- ઘરમાં તુલસીનો છોડ જે જગ્યા પર રાખો તે જગ્યાની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે. તુલસીનો છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય તેવી માન્યતા છે તેથી તુલસીનો છોડની આસપાસ ક્યારેય ગંદકી કે કચરો હોવો જોઇએ નહી. તે જગ્યા ને હંમેશા સાફ રાખવી જોઈએ.

- તુલસીના છોડને ક્યારેય સ્નાન કર્યા વિના કે ગંદા હાથથી સ્પર્શ કરવો નહીં. સાથે જ તુલસીના પાન તોડવા હોય તો પગમાંથી જીવતા ચપ્પલ ઉતારી દેવા જોઈએ. જો તમે આવું નથી કરતા તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમને કંગાળ કરી શકે છે.

- ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધુરી ગણાય છે. તેમની પ્રસાદીમાં પણ તુલસીનું પાન મૂકવું જોઈએ. પરંતુ રવિવાર કે એકાદશી હોય ત્યારે તુલસીના પાન તોડવા નહીં. સાથે જ આ દિવસે તુલસીમાં પાણી પણ અર્પણ કરવું નહીં. જરૂર હોય તો તુલસીના પાન તમે એક દિવસ અગાઉ તોડીને રાખી શકો છો પરંતુ આ બે દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ કરવી નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news