Surya Grahan 2023 Date Time Effects: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આવતીકાલે, 20 એપ્રિલ 2023, ગુરુવારે થશે. મેષ રાશિમાં સૂર્યગ્રહણ આવતીકાલે સવારે 7:05 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે બપોરે 12:29 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ એક હાઈબ્રીડ સૂર્યગ્રહણ હશે અને તમામ રાશિના લોકો પર તેની મોટી અસર પડશે. ચાલો જાણીએ સૂર્યગ્રહણની તમામ રાશિ પર શું અસર થશે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
વિવાહિત જીવનમાં તણાવ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. આર્થિક નુકસાન થઈ શકે છે. વેપારમાં મંદી આવી શકે છે. ગ્રહણ દરમિયાન તમામ નિર્ણયો ધ્યાનથી લો.


વૃષભ
થોડી મુશ્કેલી આવી શકે છે. નોકરી બદલવાનો વિચાર થોડા સમય માટે મુલતવી રાખવો. વેપારમાં તમને લાભ મળી શકે છે. તણાવમાંથી મુક્તિ મળશે. પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.


મિથુન
આત્મવિશ્વાસની કમી રહેશે. લવ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.


કર્ક 
સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સંપત્તિના મામલાઓ જટિલ બની શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. 


આ પણ વાંચો:
ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું તેડું, આજ સાજ સુધીમાં નોંધાવવું પડશે નિવેદન
TMC નેતા મુકુલ રોયે વ્યક્ત કરી ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા
આજનું રાશિફળ 19 એપ્રિલ 2023: કર્ક રાશિના જાતકોએ થોડું સાવચેત રહેવાની જરૂરત


સિંહ
કાર્યસ્થળ પર સારું વાતાવરણ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. નિયમોની વિરુદ્ધ કામ ન કરો, નહીં તો તમે કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો.


કન્યા
કરિયરમાં સમસ્યા આવી શકે છે. ખર્ચ તમને પરેશાન કરશે. સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ શકે છે. ખાવા-પીવામાં સાવધાની રાખો. સંતાન સંબંધી સુખ મળી શકે છે.


તુલા
સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કરિયરમાં ધનલાભ થશે. મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સંબંધોમાં પ્રેમ વધશે. ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ કરવાથી ઘણો ફાયદો થશે.


વૃશ્ચિક
મિશ્ર અસર રહેશે. જો કે, આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે, તેથી નિર્ણયો સમજી વિચારીને લો. ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. ભોજનનું ધ્યાન રાખો. પૈસાથી ફાયદો થશે.


ધનુ
શુભ ફળ મળશે. આવકમાં વધારો થશે. જૂના રોકાણથી લાભ થઈ શકે છે. તમારી એકાગ્રતા વધશે. મહેનત વધુ થશે પરંતુ સારા પરિણામ પણ મળશે. જૂના રોગથી રાહત મળશે.


મકર
નોકરી-ધંધા માટે સમય સારો રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે.


કુંભ
કામની જવાબદારી વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફ સારી રહેશે. ક્યાંક ફરવા જઈ શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદેશ પ્રવાસની તકો છે.


મીન
તણાવ થઈ શકે છે. કોઈ શારીરિક સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે. ધીરજનો અભાવ રહેશે. આળસ તમને ઘેરી લેશે. કામ કરવાનું મન નહિ થાય.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
હવે Covid સર્ટિફિકેટની કોઈપણ સમયે પડી શકે છે જરૂર, આ રીતે કરી શકો છો ડાઉનલોડ
ડમી કાંડનો છેડો ક્યાં? 7 આરોપી પકડાયા, હજુ 25 આરોપી પોલીસની પહોંચથી બહાર

IPL 2023: ફોર્મમાં પાછી ફરી MI, હૈદરાબાદને ઘર આંગણે 14 રને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube