Surya ka Nakshatra Parivartan 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની રાશિ બદલવાની સાથે-સાથે નક્ષત્ર પણ બદલાય છે. નક્ષત્ર પરિવર્તનની લોકોના જીવન પર મોટી અસર પડે છે. 16મી જુલાઈ 2023ના રોજ સૂર્યે પોતાનું રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે બીજી તરફ 3જી ઓગસ્ટ 2023ના રોજ સૂર્ય નક્ષત્રનું સંક્રમણ કરીને અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ્યો છે. 17 ઓગસ્ટ 2023ના રોજ બપોરે 1.44 વાગ્યા સુધી સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહેશે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનની અસર મેષથી મીન સુધીના તમામ રાશિઓ પર થશે. બુધ અશ્લેષા નક્ષત્રનો શાસક ગ્રહ છે અને અમુક રાશિના લોકો અશ્લેષા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણથી શુભ ફળ મેળવી શકે છે. ચાલો જાણીએ કે સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન કોના માટે શુભ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Astrology: સોનું પહેરવાનો શોખ હોય તો જાણી લેજો! કોના માટે છે શુભ કોના માટે અશુભ
Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે


સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી શરૂ થયા આ રાશિવાળા લોકોના અચ્છે દિન


મેષ:
સૂર્યનો અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક પરિણામ આપશે. ખાસ કરીને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમે ઇચ્છો ત્યાં ટ્રાન્સફર મેળવી શકો છો. વ્યાપારીઓ માટે લાભની પ્રબળ શક્યતાઓ છે. નફો વધશે. કોઈપણ મોટો ઓર્ડર મેળવી શકો છો. જો પરિવારમાં કોઈ સમસ્યા હતી તો તે હવે દૂર થઈ શકે છે. નવું વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. એકંદરે આ સમય કરિયર અને અંગત જીવન બંનેની દ્રષ્ટિએ સારો રહેશે.


પાણી પીવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે પાણી પીવાથી શરીરમાં થાય છે આ ખતરનાક વિપરિત અસર
આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન


વૃષભ:
અશ્લેષા નક્ષત્રમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકોને મોટી સફળતા અપાવી શકે છે. તમે જે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની રાહ જોઈ રહ્યા હતા તે મેળવી શકો છો. તમારી મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. પરિશ્રમમાં કમી ન આવવા દો કારણ કે તમારા પ્રયત્નો ચોક્કસ ફળશે. અટકેલા નાણા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.


પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી


સિંહ:
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને આ રાશિના જાતકો પર સૂર્યની વિશેષ કૃપા રહે છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના લોકોમાં અદભૂત આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા હોય છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારી કારકિર્દી માટે શુભ રહેશે. અટકેલા કામ પૂરા થશે. વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે. પૈસાથી ફાયદો થશે. વિદેશ પ્રવાસની તકો છે. કાર્યોમાં સફળતા મળશે.


Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube