આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન

Bad Food Combination : કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો.

આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન

Bad Food Combination : સ્વસ્થ રહેવું હોય તો પોષણયુક્ત આહાર લેવો જોઈએ. પોષણયુક્ત આહારમાં તાજા ફળ નટસ અને શાકભાજીનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેટલાક શાક એવા હોય છે જેનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને શરીરને રોગ સામે લડવાની ક્ષમતા મળે છે. પૌષ્ટિક શાકની વાત કરીએ તો તેમાં કારેલા સૌથી વધુ ફાયદાકારક છે. 

કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો. કારેલા ખાવાથી ફાયદો થાય છે પરંતુ તેને પાંચ વસ્તુઓ સાથે ખાશો તો તે શરીરને નુકસાન કરશે. 

દૂધ
કારેલા અને દૂધ બંને અલગ અલગ રીતે લેવામાં આવે તો શરીરને ફાયદો કરે છે. પરંતુ આ બંને વસ્તુને સાથે લેશો તો શરીર પર નકારાત્મક અસર થશે. કારેલા ખાધા પછી દૂધ પીવું નહીં તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

મૂળા
મૂળાની તાસીર અલગ હોય છે અને કારેલાની પણ. જો તમે કારેલા અને મૂળાને એક સાથે ખાવ છો તો તેનાથી એસિડિટી અને કફની ફરિયાદ વધી શકે છે.

દહીં
કારેલાના શાક કે જ્યુસ ની સાથે દહીંનું સેવન ન કરવું. કારેલા અને દહીં એક સાથે ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

ભીંડા
ભીંડા અને કારેલાના શાકને પણ સાથે ખાવા નહીં. બંને શાકની પ્રકૃતિ અલગ હોય છે અને તેને સાથે ખાવાથી અપચાની ફરિયાદ થઈ શકે છે.

કેરી
ગરમીના દિવસોમાં કેરી દરેક ઘરમાં ખવાય છે. પરંતુ કેરી સાથે જો તમે કારેલાનું શાક ખાવ છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. કારેલા અને કેરીને સાથે ખાવાથી એસિડિટી, છાતીમાં બળતરા, ઉલટી જેવી તકલીફો થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news