Surya Gochar 2023: 1 વર્ષ બાદ સૂર્યનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ, 4 રાશિના જાતકોના ખુલી જશે પ્રગતિના દ્વાર
Sun Transit 2023: ગ્રહોના રાજા સૂર્ય 1 વર્ષ બાદ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. 14 એપ્રિલ 2023ના સૂર્ય ગોચર કરશે અને તે ત્રણ રાશિના જાતકોને જોરદાર ફાયદો કરાવશે.
નવી દિલ્હીઃ Surya ka Rashi Parivartan 2023: વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. કુંડળીમાં જો સૂર્ય શુભ હોય તો જાતક પોતાના જીવનમાં ખુબ પ્રગતિ કરે છે, ઉંચુ પડ મેળવે છે. આ જાતકોમાં નેતૃત્વ ક્ષમતા કમાલની હોય છે. સૂર્ય ગ્રહ મહિનામાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. આ વખતે સૂર્ય 14 એપ્રિલ 2023ના ગોચર કરી રહ્યાં છે. સૂર્ય 1 વર્ષ બાદ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે અને આ મોટો ફેરફાર લાવશે. તેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર પડશે. તો 4 રાશિના જાતકો માટે સૂર્ય ગોચર ખુબ ફળદાયી સાબિત થશે.
સૂર્ય ગોચરની શુભ અસર
મેષ રાશિ
સૂર્ય ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિના જાતકોને મોટો લાભ થશે. આ જાતકોનો આત્મ વિશ્વાસ વધશે. તમને કોઈ મોટું પદ કે જવાબદારી મળી શકે છે. પૈસાથી ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
આ પણ વાંચોઃ Eclipse 2023: વર્ષ 2023નું સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ તમારા જીવન પર કરશે મોટી અસર, જાણો
મિથુનઃ સૂર્યના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ લોકોને ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે. સમય સારો રહેશે અને ઘણી રીતે લાભ આપશે. આવકમાં વધારો થશે. નવા સ્ત્રોતોથી લાભ થશે. અટકેલા પૈસા મળી શકે છે. પ્રમોશન મળશે. કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે.
સિંહ: સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકોને વિશેષ લાભ આપશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને આ રાશિના લોકોને ઘણો લાભ આપશે. કરિયરમાં નવી તકો મળશે. પ્રમોશન થઈ શકે છે. કોઈપણ કાર્યમાં તમને મોટી સફળતા મળી શકે છે.
વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ રહેશે. કાર્યમાં પ્રગતિ થશે. આવક વધવાની પ્રબળ શક્યતાઓ છે. આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવી તકો મળશે.
આ પણ વાંચોઃ મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube