Surya Mangal Yuti: જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. એટલે જ જ્યારે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. 17 સપ્ટેમ્બર 2023 ના રોજ સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થયો છે. જો કે કન્યા રાશિમાં મંગળ પહેલાથી જ બિરાજમાન છે. આ કારણે કન્યા રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ સર્જાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય અને મંગળ બંને પ્રબળ ગ્રહો છે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોની યુતિથી ભારે ઊથલપાથલ થવાની સંભાવના છે. દરેક રાશિના લોકોના જીવન પર પણ તેની અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને મંગળની યુતિ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. સૂર્ય અને મંગળ આ લોકોને અઢળક ધનની સાથે ખૂબ પ્રગતિ કરાવશે.


સૂર્ય મંગળની યુતિથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો:


આવતીકાલે બની રહ્યો છે એક સાથે 4 યોગનો શુભ સંયોગ, આ 5 રાશિઓનું ચમકી જશે નસીબ


પાપ મુક્તિ માટે આ સપ્ત ઋષિઓની થાય છે પૂજા, જાણો નામ અને ઋષિ પંચમીના મહત્વ વિશે


આર્થિક તંગી થઈ જશે એક ઝટકે દુર, ઘરની આ 4 જગ્યા પર કપૂર રાખવાથી વધશે ધનની આવક
 
મેષ રાશિ


સૂર્ય અને મંગળનો સંયોગ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ લોકોની આવકમાં વધારો થશે. દરેક યોજના અને કામ સફળ થશે. તમારું કાર્ય પૂર્ણ થતાં મોટી રાહત થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કોર્ટના મામલામાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. પૈસા કમાવવાના નવા રસ્તાઓ બનશે.  


કર્ક રાશિ 


મંગળ અને સૂર્ય યુતિ કર્ક રાશિના લોકોને અનુકૂળ પરિણામ આપશે. તમારી હિંમત અને પરાક્રમ વધશે. આર્થિક લાભ થશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. તમારો વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં પ્રગતિ થશે. નવી નોકરીની ઓફર પણ આવી શકે છે. બાળકો અને નાના ભાઈ-બહેન પ્રત્યે સાવધાન રહો.  


વૃશ્ચિક રાશિ


સૂર્ય અને મંગળની યુતિ વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ લોકોને જૂના રોકાણથી લાભ મળશે. જે લોકો આયાત-નિકાસના કામમાં જોડાયેલા છે તેમને વિશેષ લાભ મળશે. સરકારી નોકરી મળી શકે છે. તમને સરકાર અને વહીવટીતંત્ર તરફથી લાભ મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. માન-સન્માન મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)