Surya Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. 15 મેના રોજ સૂર્ય ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 15 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે. સૂર્ય એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એક મહિના સુધી વૃષભ રાશિમાં રહીને કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે. આવો જાણીએ કે સૂર્યનું વૃષભ રાશિમાં પરિવર્તન કઈ રાશિવાળા માટે સૌથી વધુ ફળદાયી સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય ગોચરથી આ રાશિઓને લાભ


કર્ક રાશિ
સૂર્યનું વૃષભ  રાશિમાં ગોચર કર્ક રાશિવાળા માટે ખુબ લાભદાયી રહેશે. આ લોકોની કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે. અટકેલા કામ થઈ જશે. ધન આવવાના નવા રસ્તા ખુલશે. નીકટના લોકો સાથે સારો સમય વીતાવશો. લગ્ન જીવનમાં ખુશહાલી આવશે. 


સિંહ  રાશિ
મે 2023માં સૂર્ય ગોચર સિંહ રાશિવાળા માટે ખુબ લાભ કરાવશે. આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. વર્કપ્લેસ પર સારો માહોલ રહેશે. લોકો તમારી મદદ કરશે. તમને પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળશે. 


કન્યા રાશિ
સૂર્યનું ગોચર કન્યા રાશિવાળાને સમાજમાં અપાર માન સન્માન અપાવશે. લોકો તમારા  કામના વખાણ કરશે. જે લોકો નવી નોકરીની શોધ  કરી રહ્યા છે તેમનો ઈન્તેજાર ખતમ થશે. ઉચ્ચ શિક્ષણની તક મળશે. 


મકર રાશિ
મકર રાશિવાળાને સૂર્ય ગોચર આર્થિક લાભ  કરાવશે. તમારી નાણાકીય સમસ્યાઓ દૂર  થશે. નવી નોકરી મળી શકે છે. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે સારું બનશે. તમારો ઝૂકાવ ધર્મ અને આધ્યાત્મ તરફ વધશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)