Surya Shani Yog 2023: બે શત્રુ ગ્રહ સૂર્ય-શનિનું કંભ રાશિમાં ગોચર, આ રાશિના જાતકોને ફાયદો જ ફાયદો
Surya Shani Yog 2023: આ વર્ષે ગ્રહ-નક્ષત્રોની ચાલ અને રાશિ પરિવર્તન ખુબ ખાસ થવાનું છે. જ્યોતિષ ગણના અનુસાર બે શત્રુ ગ્રહ કુંભ રાશિમાં મળીને આ રાશિના જાતકોનો ભાગ્યોદયનો માર્ગ બનાવશે.
નવી દિલ્હીઃ Sun Saturn Transit in Aquarius: વર્ષ 2023ની શરૂઆત થઈ ચુકી છે. થોડા સમય બાદ એટલે કે 17 જાન્યુઆરીએ એક મહર્ષી પરિવર્તન થવાનું છે. આ દિવસે શનિ 30 વર્ષ બાદ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરશે.
ત્યારબાદ ગ્રહોના રાજા સૂર્ય પણ 13 ફેબ્રુઆરી 2023ના કુંભ રાશિમાં ગોચર કરશે. તેવામાં બે શત્રુ ગ્રહ સૂર્ય-શનિની યુતિથી બનેલો યોગ આ રાશિઓ માટે ભાગ્યશાળી હશે. આ દરમિયાન તેને ઘણા લાભ થશે.
કન્યા રાશિઃ જે લોકો વિદેશમાં કાર્યરત છે તેના માટે આ યુતિ ખુબ શુભ લાભદાયક હશે. નોકરી માટે નવી ઓફર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
આ પણ વાંચોઃ Makar Sankranti: શનિ કેમ પોતાના પિતા સૂર્યને માને છે દુશ્મન? જાણવા જેવું છે કારણ
ધન રાશિઃ સૂર્ય અને શનિની યુતિથી આ દરમિયાન તમારૂ સાહસ અને પરાક્રમ વધશે. યાત્રાઓનો લાભ થશે. પોતાની પ્રભાવશાળી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો.
મેષ રાશિઃ તમારા માટે સૂર્ય પંચમ અને શનિ દશમ ભાવનો સ્વામી માનવામાં આવે છે. સૂર્ય-શનિની યુતિથિ તેમની આવકમાં વધારો થશે. આવકના સ્ત્રોત પણ વધશે. માન-સન્માનમાં વધારો થશે. આ દરમિયાન શરૂ કરવામાં આવેલું કાર્ય લાંબા સમય સુધી લાભ આપશે.
વૃષભ રાશિઃ શનિની આ યુતિથી તમને રાજયોગનું ફળ પ્રાપ્ત થશે. કાર્ય સ્થળ પર સન્માન વધશે. અટવાયેલા કામ પૂરા થશે. તેનાથી તમને ખુશી મળશે. મકાન કે સંપત્તિ ખરીદવાનો યોગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube