Surya Shani Yuti 2025: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવાય જે બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. જ્યારે શનિ ન્યાયના દેવતા છે જે દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ઉચિત ફળ પ્રદાન કરે છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા પુત્રનો સંબંધ છે. જોકે પિતા-પુત્રનો સંબંધ હોવા છતાં આ બંને ગ્રહ એકબીજા પ્રત્યે શત્રુતાનો ભાવ રાખે છે. જ્યારે શનિ અને સૂર્ય આમને સામને આવે છે તો તેના પ્રભાવથી ઘણી બધી રાશિના લોકોના જીવનમાં તકલીફો વધી જાય છે. જોકે તેની સાથે જ આ યુતિ કેટલીક રાશિ માટે ફાયદાકારક પણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Saptahik Rashifal: આ સપ્તાહ વૃષભ રાશિને જબરદસ્ત આર્થિક લાભ થશે, સાપ્તાહિક રાશિફળ


એક જ રાશિમાં આવશે પિતા-પુત્ર 


વર્ષ 2025 ની શરૂઆતમાં સૂર્ય અને શનિ જે યુતિ બનાવવા જઈ રહ્યા છે. શનિ હાલ સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. જ્યારે સૂર્ય પણ વર્ષ 2025 માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કુંભ રાશિમાં પિતા અને પુત્ર એક સાથે હશે. આ યોગ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દુર્લભ હશે. જ્યારે કુંભ રાશિમાં સૂર્ય અને શનિ એકસાથે હશે ત્યારે 3 રાશિના લોકોને અત્યંત લાભ થવાની શરૂઆત થશે. 


શનિ અને સૂર્યની યુતિનો રાશિઓ પર પ્રભાવ 


આ પણ વાંચો: શુક્ર-રાહુની મહાયુતિથી 5 રાશિવાળા થશે માલામાલ, 2025 માં ભોગવશે રાજસી સુખ


મેષ રાશિ 


કુંભ રાશિમાં સૂર્ય અને શનિ એકસાથે હશે ત્યારે મેષ રાશિના લોકોની આવક વધશે. જુના રોકાણથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જુના કરજથી મુક્તિ મળવાની શરૂઆત થશે. મેષ રાશિ પર સૂર્ય અને શનિ બંનેની કૃપા હશે. આ રાશિના લોકોના જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે. 


આ પણ વાંચો: Shani Varki: વર્ષ 2025 માં 138 દિવસ વક્રી રહેશે શનિ, આ 5 રાશિઓ પર શનિ વરસાવશે ધન


વૃષભ રાશિ


પિતા અને પુત્રની યુતી વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. સમાજમાં માન સન્માન વધશે. રાજકીય ક્ષેત્રનો સક્રિય લોકોનું પદ વધશે. બિઝનેસમાં ઘણા મોટા સોદા થઈ શકે છે. ઘરનું વાતાવરણ સારું રહેશે. પરિવાર સાથે ફરવા જવાનું થઈ શકે છે. 


આ પણ વાંચો: Astro Tips: જાણો અઠવાડિયાના કયા દિવસ વાળ કપાવવા માટે શુભ અને કયા દિવસ અશુભ?


સિંહ રાશિ


સૂર્ય અને શનિની યુતિ સિંહ રાશિ માટે પણ ફાયદાકારક સાબિત થશે. કારકિર્દીમાં સફળતાઓ મળશે. કાર્યક્ષેત્રમાં કામની સરાહના થશે. પ્રમોશન પણ થઈ શકે છે. વિવાહિક લોકો માટે સારો સમય. જીવનસાથી સાથે સાથે સંબંધ મધુર થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)