Ravana's Brother Kubera: ડભોઈ તાલુકાનાં કારનાડી ગામે નર્મદા નદીના કિનારે કુબરેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. જે ભારત ભરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે જાણીતુ છે. એવી માન્યતા છે કે આ મંદિરે સળંગ 5 અમાસ ભરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. અને રાવણના ભાઇ પણ કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે. અને આ મંદિર વિશ્વમાં એક જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ખબર છોકરીઓ નાની નાની વાત કેમ રડવા લાગે છે? જાણો આંસુનો મતલબ અને ફાયદા
ઘરે લાવો ખુશીઓ, ના કે પરેશાની! જાણી લો ભારતમાં કઇ નસલના ડોગ્સને પાળવા પર છે પ્રતિબંધ


આ મંદિરમાં દર્શન કરવાથી તમારા ઘરમાં ભગવાન કૂબેરની કૃપાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. અને આ સ્થળે પાંચ વાર અમાસ ભરવાથી તમારા મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળે અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. અહિ દર અમાસે મેળા જેવો માહોલ જોવા મળે છે. મોટી સખ્યામાં લોકો કૂબરેશ્વર ભગવાના દર્શન કરવા માટે પહોંચે છે.


ખુશખબરી! રેલવે ભરતીની વય મર્યાદામાં 3 વર્ષની છૂટ, 31 જાન્યુઆરીથી કરો શકશો અરજી
5 હાઇ વેકન્સીવાળી આ સરકારી નોકરીઓ માટે તમે આ અઠવાડિયે કરી શકો છો એપ્લાય


આ મંદિર પાકૃતિક સૌદર્ય સાથે આધ્યત્મનો સુંદર અનુભવ થાય છે. એક લોક વાયકા અનુસાર રાવણે લંકા માંથી કુબેરને કાઢી મુક્યા હતા. અને કુબેર ફરતા ફરતા નર્મદાના કિનારે આવી ગયા હતા. અને ત્યાં તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના અને તપ કર્યું હતું. ભગવાન શિવે પ્રસન્ન થઇને તેમને તમામ દેવોના ખજાનચી બનાવ્યા હતા. ત્યારથી તે અહિં બિરાજમાન છે. અને કુબરેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.


Kundli: તમારી જન્મ કુંડળીના મુજબ કયું પ્રોફેશન છે બેસ્ટ, જાણો શું છે કહે છે ગ્રહ
125cc સેગમેન્ટમાં તહેલકો મચાવશે Hero ની નવી બાઇક, Pulsar પણ ફીદા!


આજુબાજુના ગામડાઓમાં એવી માન્યતા છે, કે લગ્ન પ્રસંગે આ સ્થળ પર આવીને લોકો એક દિવો કરે છે. અને તેમનો જમણવારના ભંડારમાં ક્યારેય ખોટ પડતી નથી. તેથી આ સ્થળ કુબેર ભંડારીના નામથી પણ વિશ્વ વિખ્યાત થયું છે. લોકોની શ્રદ્ધા સાથે અહિં પ્રકૃતિનો રસ ભળી જવાથી અહિં આનારા લોકોને શાંતિનો અનુભવ થાય છે. 


ઉનાળું તલની ખેતી કરી 'લાખોપતિ' બની શકે છે ખેડૂતો, આ રીતે વાવણી કરશો તો થશે ફાયદો
આ પદ્ધતિથી ઘઉંની ખેતી કરશો તો ઘઉંનું થશે બંપર ઉત્પાદન, કૃષિ વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ


વડોદરાથી 33 કિમી દૂર ડભોઇ-તિલકવાડા રોડ ઉપર કરનાળી ગામમાં રેવા નદીના કિનારે શ્રી કુબેર ભંડારીનું મંદિર છે. ડભોઇથી 1.7 કિમી દૂર લીમડાપુરા ગામના પાટિયાથી 6 કિમી દૂર કુબેર ભંડારીના મંદિરે જઇ શકાય છે. ગુજરાત સરકાર દ્વારા માત્ર બે ટાઇમ બસની સુવિધા પણ ઉભી કરી છે. અહિ રહેવા ખાવાની તમામ સુવિધાઓ ઉપસલ્બધ છે. માટે કુબેર ભંડારીના મંદિરના જીવનમાં એક વાર તો જરૂર દર્શન કરવા જોઇએ. 


આ બેંક દરેક એકાઉન્ટ હોલ્ડરને આપી રહી છે 53,000 રૂપિયા, તમે પણ ચૂકતા નહી તક!
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ