Budh Gochar 2023: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, વેપાર અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. તેથી જ જ્યારે પણ બુધ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર લોકોની આર્થિક સ્થિતિ પર પડે છે. હાલ બુધ ગ્રહે ગોચર કરી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 7 જૂન સુધી બુધ મેષ રાશિમાં ગોચર કરશે. મેષ રાશિમાં બુધનું ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે. પરંતુ કેટલીક રાશિઓ માટે આગામી 58 દિવસ ભારે લાભકારી સાબિત થશે. આ રાશિના લોકોને ધન પણ મળશે અને ભાગ્યના સહયોગ પણ મળશે. તેમની કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ તકો સર્જાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


વૈશાખ મહિનામાં કરી લો નાળિયેરના આ ટોટકા, ઘરમાં બમણી ગતિએ વધશે સુખ-સમૃદ્ધિ


ઘરમાં રહેતી હોય રુપિયાની તંગી અને હાથમાં ન ટકતું હોય ધન તો અજમાવો આ ટોટકા


પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય


મેષ રાશિ
બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકોને લાભ આપશે. 7 જૂન સુધી બુધ ગ્રહ મેષ રાશિમાં રહેશે અને આ રાશિના જાતકોને ભારે લાભ કરાવશે. આ રાશિના જાતકોની હિંમત અને બહાદુરી વધશે. અવિવાહીત જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. વિવાહિત લોકોનું જીવન સારું રહેશે. રોકાણથી ફાયદો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે.


ધન રાશિ
બુધનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકોને ઘણો લાભ કરાવશે. આ રાશિના લોકોની લવ લાઈફ માટે આ સમય ખાસ કરીને સારો રહેશે. લવ પાર્ટનર સાથે યાદગાર સમય પસાર થશે. સંતાન તરફથી સુખ મળશે. જે યુગલો સંતાન સુખ મેળવવા ઈચ્છે છે તેઓને સારા સમાચાર મળી શકે છે. નવું મકાન કે કાર ખરીદવાની તકો મળતી જણાય છે.


મકર રાશિ
બુધનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોને ભૌતિક સુખ આપશે. આ લોકોને પૈતૃક સંપત્તિથી ફાયદો થઈ શકે છે. નવી મિલકત, મકાન, જમીન વગેરે ખરીદી શકો છો. જો તમે વાહન ખરીદવા માંગો છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને સારો રહેશે. આવકમાં વધારો થશે. જૂની સમસ્યાઓ અને ચિંતાઓથી રાહત મળી શકે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)