Surya Grahan 2023: વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ થશે તે સમયે સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન હશે. મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. એટલે કે મંગળની રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે અને સાથે જ સૂર્યગ્રહણ થશે જેના કારણે દરેક રાશિના લોકોના જીવન પર તેની અસર થશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખગ્રાસ સૂર્યગ્રહણ હશે. જે ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર દરેક રાશિના લોકોને થશે. જોકે ત્રણ રાશિ એવી છે જેમના ઉપર સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ રહેશે. 20 એપ્રિલ સવારે 7 કલાક અને 5 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થશે જે બપોરે 12 કલાક અને 29 મિનિટે પૂરું થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મીન રાશિમાં સૂર્યનું ગોચર, મિથુન સહિત આ રાશિના લોકોને હવે દરેક જગ્યાએથી મળશે લાભ


22 એપ્રિલે બની રહ્યો છે અશુભ યોગ, ગુરુ ચાંન્ડાલ યુતિથી આવા જાતકો રહે સતર્ક


ચૈત્ર નવરાત્રી પર સર્જાશે આ 2 શુભ સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો આ કામ, મળશે તુરંત લાભ


વૃષભ રાશિ


આ રાશિના જાતકોને સૂર્યગ્રહણ થી વિશેષ લાભ થવાનો છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે અને આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને કાર્ય સ્થળ પર કામની કદર થશે.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ લાભકારી રહેવાનું છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કામ પૂરા થશે. બિઝનેસમાં અપાર લાભ થશે.


ધન રાશિ

ધન રાશિના લોકોને પણ સૂર્યગ્રહણ લાભ આપનાર સાબિત થશે. આ રાશિના જાતકોને નોકરી તેમજ બિઝનેસ દરેક જગ્યાએ લાભ મળશે. આ સમયે કારકિર્દી સારી રીતે આગળ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે.