Astro Tips For Relationship: ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થાય તો લાગે કે આ વ્યક્તિ જીવનસાથી બનવા માટે પરફેક્ટ છે. પરંતુ જ્યારે એકબીજા સાથે રહેવાનો સમય આવે ત્યારે આવા કપલ વચ્ચે ઘણી વખત ઝઘડા થવા લાગે છે. એવો વિચાર પણ આવે કે અચાનક એવું તે શું થઈ ગયું કે બે સારા લોકો પણ સારા પતિ પત્ની નથી બની શકતા. તેની સામે કેટલાક લોકો એવા હોય છે જે એક બે મુલાકાત પછી પણ પરફેક્ટ કપલ સાબિત થાય છે. ઘણા લોકો એકબીજાની વાત કહ્યા વિના જ સમજી જતા હોય છે. આવું થવાનું કારણ રાશિ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિ એવી હોય છે જે એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે જ્યારે કેટલીક રાશિ એવી હોય છે જે એકબીજા માટે બનેલી નથી. આવી રાશિના લોકો જ્યારે પતિ પત્ની બને છે તો તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ વર્ષે રામનવમી હશે અત્યંત ખાસ, સર્જાશે 5 અતિ દુર્લભ સંયોગ, ધનલાભ કરાવશે આ ઉપાય


અજમાવો તિજોરી સંબંધિત આ 5 ટોટકા, તિજોરીમાંથી ક્યારેય ખાલી નહીં થાય ધન


11 માર્ચે શનિવાર અને સંકટ ચતુર્થીનો સર્જાશે સંયોગ, શનિદેવ અને ગણેશજીના મળશે આશીર્વાદ


મકર અને મેષ


મકર રાશી ના લોકો સારા વિચારોના અને સારી લાઈફ સ્ટાઈલ ઈચ્છે છે. તેની સામે મેષ રાશિના લોકો મનમોજી અને ઉતાવળિયા હોય છે. આ બંને રાશિનો કોઈ મેળ નથી. મેષ રાશિ નિયંત્રણમાં રાખવાનો સ્વભાવ ધરાવે છે અને મકર રાશિ આવી સ્થિતિમાં ચિંતિત રહે છે. તેથી આ રાશિના લોકો સારા કપલ બની શકતા નથી.


કુંભ અને વૃષભ


કુંભ રાશી ના લોકો જીદ્દી અને આઝાદ વિચાર ના હોય છે તેમના કારણે વૃષભ રાશિના લોકો સાથે તેમનું બનતું નથી. જો આ બે રાશિના લોકોની જોડી બને તો પણ તેમની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. કારણ કે બંને રાશિનો સ્વભાવ એકબીજાથી વિપરીત છે


મીન અને મિથુન


મીન રાશી ના લોકો સહજ વ્યવહાર ના હોય છે અને મિથુન રાશિના લોકો તેમને સમજી શકતા નથી. મિથુન રાશિના લોકો પોતાના વિશે વિચારે છે અને મીન રાશિના લોકો બીજા લોકોની ભાવનાઓ વિશે વિચારે છે આ પરિસ્થિતિમાં આ બે રાશિના લોકોની જોડી પણ જામતી નથી.


મેષ અને કર્ક


મેષ રાશિના લોકો ખૂબ જ તેજ હોય છે. જ્યારે કર્ક રાશિના લોકો બીજાનું ધ્યાન રાખવાનો વિચાર ધરાવે છે. આ બંને રાશિના લોકોના સ્વભાવ પણ વિપરીત હોય છે જો તેઓ સાથે હોય તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. 


આ પણ વાંચો:


ચૈત્રી નવરાત્રી દરમિયાન કરો દુર્ગા સપ્તશતી પાઠ, મનની દરેક ઈચ્છા થશે પુરી


ચૈત્ર મહિનામાં કરો આ કામ, બનશો ધનવાન અને દરેક કાર્યમાં થશો સફળ


સારા કામ માટે જતા હોય અને મળે આ સંકેત તો ચેતી જાઓ, સંકટ તરફ કરે છે ઈશારો


વૃષભ અને સિંહ


વૃષભ અને સિંહ રાશિના લોકો પણ એકબીજા સાથે સારી રીતે રહી શકતા નથી. સિંહ રાશી ના લોકો પોતાના વિશે વિચારે છે અને વૃષભ રાશિના લોકોને આવી સ્થિતિમાં એડજસ્ટ કરવું મુશ્કેલ હોય છે. તેથી તેમની વચ્ચે પણ વારંવાર ઝઘડા થાય છે.


મિથુન અને કન્યા


મિથુન રાશિના લોકો ઉત્સાહી અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે જ્યારે કન્યા રાશિના લોકો પ્રેક્ટીકલ હોય છે. મિથુન રાશિના લોકો મોજમસ્તી અને પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે જ્યારે કન્યા રાશિના લોકો માટે પ્રાથમિકતા તેમનું કામ હોય છે. તેથી આ રાશિના લોકોની જોડી પણ જામતી નથી