Hansraj Yog 2023: જ્યોતિષ શાસ્ત્રમાં હંસ રાજયોગને ખુબ શુભ માનવામાં આવે છે. હંસ રાજયોગ જ્યોતિષમાં સૌથી શક્તિશાળી અને શુભ યોગમાંથી એક છે. આ હંસ રાજયોગ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ધન-સંપત્તિ લઈને આવ્યો છે. ગુરૂ આશરે એક વર્ષમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગુરૂ ઉદયથી ત્રણ રાશિઓને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે હંસ રાજયોગ ઘણી ભેટ લઈને આવ્યો છે, કારણ કે આ સમયમાં ગુરૂ લગ્ન એટલે કે મેષ રાશિમાં બિરાજમાન છે. આ સમયમાં તમે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરનો અનુભવ કરશો. જે લોકો કોઈ સાથે ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે તેના માટે સારો સમય છે. તમને કરિયરમાં લાભ મળશે અને તમારી પ્રગતિ થશે. મેષ રાશિના કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોના આર્થિક જીવનમાં ખુબ સુધાર જોવા મળશે. આ એટલા માટે કારણ કે ગુરૂ તમારા દશમ ભાવમાં ઉદય થયો છે, જે કરિયર અને પ્રતિષ્ઠાનો ભાવ છે. જે જાતક કોઈ નવું કાર્ય શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે, તે આ સમયે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને તમારા વરિષ્ઠો તમારી પ્રશંસા કરશે. તમને કરિયરમાં નવી તક મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા જાતકોના નફામાં વધારો થશે. પરંતુ આ રાશિના જાતકો પર ચાલી રહેલી શનિની પનોતીને કારણે થોડું સતર્ક રહેવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ બનશે આ અશુભ યોગ, શનિ-મંગળ આ 4 રાશિઓને પાયમાલ કરશે


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોના નવમાં ભાવમાં ગુરૂનો ઉદય થયો છે, જે આ રાશિના જાતકો માટે અત્યંત અનુકૂળ પરિસ્થિતિ છે. તમારૂ ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. પૈસાના મામલામાં તમે બચત કરવામાં સફળ થશો. કેટલાક જાતકોને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોમાંથી પણ આવક થઈ શકે છે. કાર્યક્ષેત્ર સંબંધિત જગ્યાએ યાત્રા કરી શકો છો, જે અનુકૂળ સાબિત થશે. તમે એક આધ્યાત્મિક વ્યક્તિ હશો કારણ કે હંસ રાજયોગ આધ્યાત્મિક મામલામાં તમારો ઝુકાવ વધારશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube