Shani Mangal Yuti: 30 વર્ષ બાદ બનશે આ અશુભ યોગ, શનિ-મંગળ આ 4 રાશિઓને પાયમાલ કરશે

Shadashtak Yoga: 10 મેએ શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં હશે. તો મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખુભ અશુભ માનવામાં આવે છે. 

1/5
image

મંગળ ક્રોધ અને હિંસાનો કારક છે. શનિ દુ:ખ, દરિદ્રતાનું કારણ છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગ 4 રાશિઓ માટે 2 મહિના સુધી સંકટનો સમય લાવશે. આ લોકોને દુ:ખ, રોગ, દેવું, ચિંતા, દુર્ભાગ્ય અને કષ્ટોનો સામનો કરવો પડશે.

2/5
image

કર્ક રાશિના જાતકોએ ષડાષ્ટક યોગમાં સાવધાની રાખવાની જરૂર છે. મિલકતના મામલામાં વિવાદ જોવા મળી શકે છે. પૈસાના રોકાણમાં સાવધાની રાખવી પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

3/5
image

ષડાષ્ટક યોગ સિંહ રાશિના લોકોના જીવનમાં તણાવ અને સમસ્યાઓ લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચમાં વધારો થશે.

4/5
image

ષડાષ્ટક યોગ કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. વાહન સાથે અકસ્માત થવાની સંભાવના છે.

5/5
image

ધનુ રાશિના લોકોના ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક રીતે પરેશાન રહી શકો છો. જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે.)