Guruwar Achuk upay: હિન્દુ ધર્મમાં ગુરૂવારના દિવસનો ખાસ મહત્વ હોય છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ધ્યાનથી પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન, ધાન્ય વધે છે. આજે તમને ગુરુવારના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવીએ આ ઉપાય કરીને તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારના દિવસે કરો આ ઉપાય


જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની દશા નબળી હોય તો ગુરૂવારના દિવસે નીચે દર્શાવેલા ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલી જશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ જીવનમાં આવતી સમસ્યાઓથી પણ મુક્તિ મળશે. 


આ પણ વાંચો:


તુલસીના 11 પાન બદલી દેશે તમારું ભાગ્ય, પૈસાની નહીં રહે ખામી


દિવસ સારો જાય અને કાર્યમાં મળે સફળતા તેવી ઈચ્છા હોય તો દિવસની શરુઆત કરો આ કામથી


Vastu Tips: એક પણ રૂપિયો ખર્ચ્યા વિના આ રીતે દૂર કરો વાસ્તુ દોષ, ઘરમાં આવશે ખુશીઓ


- ગુરૂવારના દિવસે કેળાના ઝાડમાં પાણી ચડાવી અને તેની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવામાં આ દિવસે તેની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જોકે આ દિવસે કેળાનું સેવન કરવું નહીં.


- ગુરૂવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર ઉમેરીને તેનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી ભાગ્યોદય થાય છે.


- ગુરૂવારના દિવસે ઘરમાં ઝાડુ-પોતાના કરવા અને કપડાં પણ ન ધોવા. 


- ગુરૂવારના દિવસે કેળાના ઝાડ પાસે ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 


- ગુરૂવારના દિવસે શક્ય હોય તો પીળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે. 


- ગુરૂવારના દિવસે વ્યક્તિએ કોઈ પાસેથી ઉધાર રૂપિયા લેવા પણ નહીં અને દેવા પણ નહીં. આમ કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. 


આ પણ વાંચો:


Important Vrat: આ વ્રત કરવાથી દરેક મનોકામના થાય છે પુરી, ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ


પિતૃદોષના કારણે અટકતા હોય કામ તો 14 એપ્રિલે કરો આ વસ્તુનું દાન, સમસ્યાથી મળશે મુક્તિ


ધન લાભ માટે કરો આ ખાસ ઉપાય, ઘર ઉપર હંમેશા રહેશે ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ


- ગુરૂવારના દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને કાર્યોમાં આવતી બાધાઓથી મુક્તિ મળે છે. 


- જો આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેને સુધારવા માટે ગુરુવારના દિવસે કેળાના મૂળમાંથી એક ટુકડો ઘરે લઈ આવવો અને તેની પૂજા કરી તેને પીળા કપડામાં બાંધીને ગળામાં ધારણ કરવો અથવા તો તિજોરીમાં રાખવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)