Dhan labh Upay: હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ફૂલનું ખાસ મહત્વ છે. દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે તેમને તેમના પ્રિય ફૂલ અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પૂજાપાઠ ઉપરાંત કોઈપણ પ્રકારના ધાર્મિક રીત રિવાજ હોય અથવા તો શુભ કાર્ય હોય તો તેમાં ફૂલનું મહત્વ હોય છે. શું તમે જાણો છો કે એક એવું ફુલ પણ છે જે ભગવાન વિષ્ણુને ચડાવવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે ? ભગવાન વિષ્ણુને તેમનું આ પ્રિય ફૂલ ચડાવવાથી જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે. જે ફૂલની અહીં વાત થઈ રહી છે તે છે ગલગોટાનું ફૂલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


20 એપ્રિલ અને અમાસના દિવસે સર્જાશે ખાસ સંયોગ, આ દિવસે ભુલથી પણ ન કરતાં આ કામ


અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું નથી બજેટ ? તો ખરીદી શકો છો આ 6 વસ્તુઓમાંથી કોઈ એક


22 એપ્રિલે ગુરુ કરશે મેષ રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિના જાતકો પર કેવો પડશે પ્રભાવ


કોઈપણ પૂજા શરૂ કરવાની હોય તો સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને પણ ગલગોટા નું પીળું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેમની પૂજામાં આ ફૂલ અર્પણ કરવાથી ગણપતિજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગણપતિજીને વિઘ્નહર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે તે પોતાના ભક્તોના વિઘ્ન એટલે કે દુઃખ દૂર કરે છે. તેમને પ્રસન્ન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેમની પૂજા કરતી વખતે પીળું ફૂલ અચૂક ચઢાવવું.


ભગવાન વિષ્ણુનું પ્રિય છે આ ફૂલ


ગલગોટાના ફૂલ ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. શત્રુના જાણકાર જણાવે છે કે ભગવાન વિષ્ણુને લક્ષ્મીપતિ કહેવાય છે તેમના આશીર્વાદ મળે તો જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. તેવામાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતી વખતે તેમને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. ગલગોટાના ફૂલ સૌભાગ્યનું પ્રતિક હોય છે તમે ઘરમાં તેનો છોડ પણ લગાડી શકો છો જો ફૂલનો છોડ લગાડો તો તેને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવો. 


મુખ્ય દરવાજા પર પીળા ફૂલ લગાવો


જ્યારે ઘરમાં કોઈ શુભ કામ થાય છે ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાડવામાં આવે છે. જ્યારે પણ આવું કરવાનું હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજાની બહાર પીળા ફૂલનું તોરણ લગાડવું જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ ઘરમાં આવે છે. તમે ઘરમાં પણ પીળા ફૂલ થી સજાવટ કરી શકો છો. શાસ્ત્રો અનુસાર તેનાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)