અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું નથી બજેટ ? તો ખરીદી શકો છો આ 6 વસ્તુઓમાંથી કોઈ એક, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Akshaya Tritiya 2023: સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને દરેક વ્યક્તિ માટે શક્ય નથી કે અક્ષય તૃતીયા પર તે સોનાની ખરીદી કરી શકે. તેવામાં સોનાની ખરીદી કરવાનું બજેટ ના હોય તો અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તને તમે આ છ વસ્તુઓની ખરીદી કરીને સાચવી શકો છો. આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું નથી બજેટ ? તો ખરીદી શકો છો આ 6 વસ્તુઓમાંથી કોઈ એક, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયાનો તહેવાર આ વર્ષે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શુભ કાર્યો કરવાનું અને સોનાની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને દરેક વ્યક્તિ માટે શક્ય નથી કે અક્ષય તૃતીયા પર તે સોનાની ખરીદી કરી શકે. તેવામાં સોનાની ખરીદી કરવાનું બજેટ ના હોય તો અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તને તમે આ છ વસ્તુઓની ખરીદી કરીને સાચવી શકો છો. આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

જવ

અક્ષય તૃતીયાના દિવસે જવના દાણા ખરીદવા શુભ માનવામાં આવે છે. આ દાણાને ખરીદીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવા જોઈએ ત્યાર પછી પૂજા કરી અને તેને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દેવાથી સમૃદ્ધિ વધે છે.

આ પણ વાંચો:

કોડી

અક્ષય તૃતીયાના દિવસે તમે કોડીની ખરીદી પણ કરી શકો છો. કોડી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે તેવામાં અક્ષય તૃતીયાના દિવસે કોડી ખરીદી તેની વિધિ વિધાનપૂર્વક પૂજા કરી બીજા દિવસે તેને લાલ કપડામાં મૂકીને તિજોરીમાં રાખી દેવી. 

શ્રી યંત્ર

અક્ષય તૃતીયાના દિવસે શ્રી યંત્રની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે આ દિવસે શ્રી યંત્રને ઘરમાં લાવીને વિધિ વિધાનથી તેની પૂજા કરવી અને મંદિરમાં તેને સ્થાપિત કરવું આમ કરવાથી પણ ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. 

શંખ

અક્ષય તૃતીયાના દિવસે જો તમે સોનુ ખરીદી ન શકો તો શંખની ખરીદી કરી શકો છો શંખ માતા લક્ષ્મીને પ્રિય છે અને ઘરમાં તેને લાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

માટીનો ઘડો

અક્ષય તૃતીયાના દિવસે માટીનું માટલું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે ઉનાળામાં તેને ખરીદવાનો વિચારી જ રહ્યા છો તો અક્ષીત રૂપિયા નો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અક્ષય તૃતીયાના દિવસે માટલું ખરીદી ઘરમાં તેનો ઉપયોગ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

ચાંદી

અક્ષય તૃતીયાના દિવસે તમે ચાંદીની ખરીદી પણ કરી શકો છો ચાંદીની નાનકડી વસ્તુ અથવા તો સિક્કો ઘરે લાવવાથી પણ સુખ સમૃદ્ધિ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news