Shani Dev: શનિ દેવને નારાજ કરે છે આ કામ, કરનાર રાતોરાત થઈ જાય છે કંગાળ
Shani Dev: શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર પણ ફળ આપે છે. તેથી જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો એવા કામ કરવા ન જોઈએ જે શનિદેવને નારાજ કરે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા કામ કરવા જોઈએ. સાથે જે પણ દર્શાવ્યું છે કે કયા કામ કરવાથી શનિદેવ નારાજ થાય છે.
Shani Dev: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ જાતકના જીવનમાં સૌથી વધુ અસર કરે છે. શનિની સ્થિતિ પરથી જ નક્કી થાય છે કે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે. જો શનિ શુભ હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે. પરંતુ જો શનિ અશુભ પ્રભાવ આપતો હોય તો વ્યક્તિને આર્થિક શારીરિક અને માનસિક સહન કરવા પડે છે. શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર પણ ફળ આપે છે. તેથી જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો એવા કામ કરવા ન જોઈએ જે શનિદેવને નારાજ કરે.
જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા કામ કરવા જોઈએ. સાથે જે પણ દર્શાવ્યું છે કે કયા કામ કરવાથી શનિદેવ નારાજ થાય છે. જો તમે શનિદેવ ના ક્રોધ થી બચવા ઇચ્છતા હોય તો આ કામ ભૂલથી પણ કરતા નહીં. આ કામ કરનારને શનિદેવનો ક્રોધ રાતોરાત કંગાળ બનાવી દે છે.
આ કામથી ક્રોધિત થાય છે શનિ
આ પણ વાંચો:
વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
Vastu Tips: ઘરમાં આવતું ધન અટકાવે છે આ છોડ, ઘરમાં રાખ્યા હોય તો તુરંત કરજો દુર
50 વર્ષ પછી સર્જાયો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોને મળશે અટકેલું ધન અને પ્રમોશન
મહિલાનું અપમાન
ક્યારેય કોઈ મહિલાનું અપમાન ન કરવું જોઈએ. ખાસ કરીને વિધવા કે અસહાય મહિલાનું અપમાન કરવામાં આવે તો શનિદેવનો પ્રકોપ વ્યક્તિ પર વરસે છે. સાથે જ વૃદ્ધોનું અપમાન પણ ન કરવું. અસહાય લોકોનું શોષણ કરનાર લોકો ઉપર શનિદેવનો ક્રોધ વરસે છે.
પૈસાની છેતરપિંડી
જે વ્યક્તિ છેતરપિંડીથી અન્યના પૈસા હજમ કરી જાય છે અથવા તો જે વ્યક્તિ કોઈના ધન ઉપર સતત નજર રાખે છે અને અનૈતિક કાર્યોથી ધન કમાય છે તેના ઉપર શનિદેવનો ક્રોધ વરસે છે. જે લોકો ખોટી રીતે ધન કમાઈને અમીર બને છે કે રાતોરાત કંગાળ થઈ જાય છે.
પ્રાણીઓને હેરાનગતિ
જે લોકો પ્રાણીઓને હેરાનગતિ કરે છે તેના ઉપર પણ શનિદેવનો ક્રોધ વરસે છે. ખાસ કરીને કુતરા અને પક્ષીઓને હેરાન કરનાર લોકોને શનિદેવ માફ કરતા નથી અને તે વ્યક્તિને પણ કષ્ટ સહન કરવા પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)