Loard shani : વૈદિક જ્યોતિષમાં 27 નક્ષત્ર, 12 રાશિઓ અને નવગ્રહોનું વર્ણન મળે છે. આ સાથે જ આ રાશિઓની કરિયર, વ્યક્તિત્વ અને નેચર એકબીજા કરતા અલગ હોય છે. કારણ કે આ રાશિઓ પર અલગ અલગ ગ્રહોનું વર્ચસ્વ જોવા મળે છે. આજે અમે તમને એવી 3 રાશિઓ વિશે જણાવીશું જે ધન કમાવવામાં એક્સપર્ટ હોય છે. આ સાથે જ આ લોકો સારા પોલીસી મેકર પણ કહી શકાય. જેઓ કોઈ પણ કામગીરીમાં ક્યારેય પાછળ રહેતા નથી. આ રાશિના લોકો પર શનિદેવની કૃપા હોય છે જાણો કોણ છે તે રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિવાળા લોકો પૈસા કમાવવામાં અને બચાવવામાં ઉસ્તાદ હોય છે. આ લોકો કર્મઠ અને મહેનતુ હોય છે. આ રાશિવાળા યોજના ઘડીને આગળ વધે છે. આ સાથે જ તેઓ યોજનામાં સફળ પણ નીવડે છે. તેમનો ટાર્ગેટ રહે છે કે દર મહિને કઈક ને કઈક પૈસા બચાવે જેના કારણે એક સમય બાદ તેમની પાસે ઢગલો પૈસા ભેગા થઈ જાય. આ રાશિના લોકો સ્વાભિમાની હોય છે. મકર રાશિ પર શનિદેવનું આધિપત્ય હોય છે જે તેમને આ ગુણ પ્રદાન કરે છે. 


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પૈસા બચાવવામાં નિપુર્ણ હોય છે. કારણ કે તેઓ પોતાના  બજેટ અને પ્લાનિંગ પહેલેથી જ બનાવી લે છે અને તે મુજબ પૈસા ખર્ચે છે. આ લોકો સમયના ખુબ  પાબંદ હોય છે. બેદરકારી બિલકુલ ગમતી નથી. આ લોકો જે પણ કાર્ય હાથમાં લે છે તેને સમયસર પૂરું કરે છે. આ લોકો સારા રોકાણકાર પણ ગણવામાં આવે છે. તેમની પાસે પૈસાની કમી રહેતી નથી. આ લોકો મોટા વેપારી બને છે. આ રાશિવાળા સારા પોલીસીમેકર પણ હોય છે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે જે તેમને આ વિશેષતા આપે છે. 


મિથુન રાશિ
વૈદિક જ્યોતિષ મુજબ મિથુન રાશિવાળા મની માઈન્ડેડ હોય છે. આ સાથે જ તેમની વાણી લોકોને ખુબ પ્રભાવિત કરે છે. આ લોકો જરૂરી ચીજો પણ જ પૈસા ખર્ચે છે. આ સાથે જ તેમને પૈસા ભેગા કરવા ખુબ ગમે છે. ભવિષ્ય માટે સારું એવું ધન ભેગું કરવામાં સફળ પણ થાય છે. આ લોકો સારી યોજના ઘડે છે અને વ્યવહારિક પણ હોય છે. આ રાશિના સ્વામી બુધ હોય છે જે  તેમને આ ખુબ પ્રદાન કરે છે. મિથુન રાશિના જાતકો હંમેશાં નસીબવાળા હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube