Vastu Tips: ખુશહાલ જીવન અને સુખ સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન થાય તે ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને ઘરમાં થતી સાફ-સફાઈના કાર્યોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખાસ કરીને પોતા કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં દુઃખનું કારણ બની શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ ઘરમાં પોતા કરવાનો વાસ્તુશાસ્ત્ર નો સાચો નિયમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા


આવા લોકો સાથે એક ક્ષણ માટે પણ દોસ્તી ન રાખો, ગમે ત્યારે સાપ બનીને દંશ આપશે


ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા


વાસ્તુશાસ્ત્રમાં જે નિયમો જણાવવામાં આવ્યા છે તે અનુસાર જે ઘરમાં નિયમિત સાફ સફાઈ થાય છે તે ઘરમાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે. આવા ઘરમાં રહેતા લોકો સુખ સમૃદ્ધિમાં જીવન પસાર કરે છે. સાફ-સફાઈ દરમિયાન ઘરમાં જે પોતા થાય છે તેને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોને ક્યારે તોડવા જોઈએ નહીં. 


- વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘરમાં પોતા કરવા નહીં. આમ કરવાથી બૃહસ્પતિ ગ્રહનો ખરાબ પ્રભાવ પડે છે અને ઘરમાં ગરીબી આવે છે. 


- પોતા કરતી વખતે પાણીમાં મીઠું જરૂરથી મિક્સ કરવું. પોતા કરવાના પાણીમાં મીઠું ઉમેરવાથી નકારાત્મકતા દૂર થાય છે. સાથે જ સફાઈ પણ સારી રીતે થાય છે. 


- વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરૂવાર મંગળવાર અને રવિવારના દિવસે પોતા કરવાના પાણીમાં મીઠું ન ઉમેરવું. આ ત્રણ દિવસોએ મીઠાવાળા પાણીના પોતા કરવાથી વિપરીત પ્રભાવ પડે છે.


- પોતા કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. પોતા કરવાની શરૂઆત હંમેશા ઉત્તર દિશાથી કરવી. ત્યાર પછી આખા ઘરમાં પોતા કરવા.


- પોતુ કરવાનું પાણી ભરવા માટે તૂટેલી ડોલ કે ફાટેલા કપડાનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી વાસ્તુદોષ વધે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)