Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથા
Tirupati Balaji: આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશદાનને લઈને પણ પ્રખ્યાત છે.
Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિર હાલ પ્રસાદ સંબંધિત વિવાદના કારણે ચર્ચામાં છે. એક રિપોર્ટ સામે આવ્યા પછી મંદિરને લઈને વિવાદ શરૂ થયો છે. રિપોર્ટ અનુસાર મંદિરમાં પ્રસાદ તરીકે મળતા લાડુમાં ઘીની જગ્યાએ જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થયો હતો. આ ખબર સામે આવતા જ દેશભરમાં હડકંપ મચી ગયો છે. તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોની લાગણી આ ઘટનાથી દુભાઈ છે.
આ પણ વાંચો: દિવાળી પહેલા જ આ 5 રાશિ પર થશે માતા લક્ષ્મીની કૃપા, બુધ ગ્રહ કરાવશે બંપર ધનલાભ
આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશદાનને લઈને પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે. અહીં કેશ દાન કરવાનું વિશેષ મહત્વ છે.
તિરુપતિ મંદિરમાં વાળ દાન કરવાનું મહત્વ
આ પણ વાંચો: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે ધન લાભ
માન્યતા છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં જે વ્યક્તિ પોતાના વાળનું દાન કરે છે તેને જીવનમાં ધન સંબંધિત સમસ્યા ક્યારેય થતી નથી. તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં વાળનું દાન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાથી મુક્ત થઈ જાય છે અને તેની મનોકામના પણ પૂર્ણ થાય છે.
કેશ દાન સંબંધિત પૌરાણિક કથા
આ પણ વાંચો: રસોડામાં આ વસ્તુઓ ભુલથી પણ ઊંધી રાખવી નહીં, આ ભુલના કારણે પરિવાર આવી જશે રોડ પર
પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન વ્યંકટેશ્વરની મૂર્તિ પર કીડીઓનું ઝુંડ ચડી ગયું હતું. કીડીઓ ભગવાન ઉપર એક પર્વતની જેમ દેખાવા લાગી. આ પર્વત જેવી દેખાતી કીડીઓ ઉપર એક ગાય દૂધ દઈને નીકળી જતી. જ્યારે ગાયના માલિકે જોયું કે ગાય કીડીના ઝુંડ ઉપર દૂધ ઢોળી રહી છે તો તેણે ગુસ્સામાં ગાય પર કુહાડીથી વાર કર્યો. આ વાર ગાયને ન લગ્યો અને ભગવાન વ્યંકટેશ્વરને માથામાં ઇજા થઈ અને તેમના વાળ ખરી ગયા.
આ પણ વાંચો: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનો
ત્યારે બાલાજી ભગવાનની માં નીલા દેવીએ પોતાના વાળ કાપી અને બાલાજીના માથા પર મૂક્યા અને તેની ઈજા ઠીક થઈ ગઈ. ભગવાન વ્યંકટેશ્વર એ આ ઘટનાથી પ્રસન્ન થઈને માં નીલા દેવીને કહ્યું કે, વાળ શરીરનું સૌંદર્ય વધારે છે પરંતુ તેમણે ભગવાન માટે વાળનો ત્યાગ કરી દીધો. તેથી જે પણ વ્યક્તિ અહીં વાળનો ત્યાગ કરશે તેની બધી જ મનોકામના પૂર્ણ થશે. આ ઘટના પછી તિરૂપતિ મંદિરમાં ભક્તો વાળ દાન કરવા લાગ્યા.
આ પણ વાંચો: Mauli: ઘરના પુરુષના હાથ પર આ દિવસોમાં બાંધો રક્ષા સૂત્ર, ખાલી તિજોરી ભરાઈ જશે ધનથી
તિરૂપતિમાં દાન કરેલા વાળનું શું થાય છે?
તિરુપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને તેમાંથી અનેક લોકો અહીં પોતાના વાળનું દાન કરે છે. તિરુપતિ મંદિરમાં લાખો કિલો વાળ એકત્ર થાય છે. આ વાળને પાણીમાં ઉકાળી સારી રીતે ધોઈ અને સૂકવી યોગ્ય તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. વાળ જ્યારે સાફ થઈ જાય છે તો ઈ-નીલામી કરવામાં આવે છે. આ વાળની નીલામીથી મંદિરને કરોડો રૂપિયાનું ફંડ મળે છે. તિરુપતિ બાલાજી મંદિરના વાળની ડિમાન્ડ યુરોપ, અમેરિકા, ચીન,આફ્રિકા સહિતની જગ્યાઓએ સૌથી વધુ છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)