વેરાવળના દરિયાકાંઠે બનેલા સોમનાથ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ
Somnath Temple : 1951 ની 11 મી મે, વિક્રમ સંવત 2007 ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી, પરંતુ આજે તિથિ મુજબ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે
Somnath Temple : વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વૈશાખ સુદ પાંચના દિવસે 66 મો સોમનાથ પ્રતિષ્ઠા દિન છે. આજે સોમનાથ મદિરનો તિથિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ઈ.સ. 1947 માં ભારત દેશના આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મંદિરનું શિલારોપણ ઈ.સ. 1950 ની 8 મી મેના રોજ થયું હતું. ઈ.સ. 1951 ની 11 મી મે, વિક્રમ સંવત 2007 ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. વિક્રમ સંવત 2074 વૈશાખ માસ સુદ પાંચમે સોમનાથ મહાદેવ ની જયોતિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજે તિથિ મુજબ સોમનાથ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
સોમનાથ મંદિરના ખૂણે ખૂણે રહસ્ય પથરાયેલું છે. આ નગરી જેટલી ધાર્મિક છે, તેટલી જ અલૌકિક પણ છે. તાજેતરમાં એક મોટો સરવે હાથ ધરાયો હતો, જેમા સામે આવ્યું કે, સોમનાથ મંદિર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતિહાસીક સ્થળો છે, જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતિહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે છે. જેમ કે, પ્રભાસમાં સૂર્યનારાયણની બાર કળાના 12 મંદિર હતા. જેમાંથી માત્ર એક જ મંદિર હાલ હયાત છે. હીંગળાજ માતાજીની ગુફા જેવા અનેક સ્થળો છે.
આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, યુવકને ચાલતા ચાલતા આવ્યુ મોત, જુઓ CCTV
સોમનાથ ટ્રસ્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, તે ઘણો મહત્વનો છે. જો પુરાતત્વ દ્વારા ખોદકામ કરવામાં આવે તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે. પરંતુ આ રિપોર્ટ આપ્યાને ત્રણ-ત્રણ વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
કોણે કર્યો સરવે
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી ગાંધીનગર અને ભારતની આઇઆઇટી એવી ચાર સંસ્થાના નિષ્ણાતો આશરે પાંચ કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવ્યા હતા. સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લેઆઉટ પ્લાન તૈયાર કરી સરવે કર્યો હતો. જે સ્થળોએ 2 મીટર થી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે છે, તેના પરથી નિષ્ણાત પોતાના અભિપ્રાય આપે છે. તેના પરથી રિપોર્ટ તૈયાર થાય છે.
એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ
પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુદ્ધ ગુફા, ચોથુ સ્થાન સોમનાથ મંદિરનુ પરિસર, જયાંથી મંદિરમાં જવા માટે પ્રવેશ સ્થળ છે તે જગ્યાઓએ પુરાતત્વ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આર્કિયોલોજીકલનો સંશોધન 32 પાનનો નક્શા સાથેનો રિપોર્ટ 2017 માં સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.
ગુજરાત ATSએ લીધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી, આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે