Money: રોટલી બનાવતા પહેલા ગરમ તવા પર કરી લો આ ટોટકો, ધનથી છલોછલ રહેશે ઘરની તિજોરી
Money: રાતોરાત અમીર બનાવાનું અથવા તો મોટો ધનલાભ થાય તેવું સપનું દરેક વ્યક્તિ જોવે છે. આ સપનું પુરુ કરવાનો રસ્તો જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર અને લાલ કિતાબમાં દર્શાવેલો છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ જે તમને માલામાલ કરી શકે છે.
Money: રોટલી દરેક ઘરમાં રોજ બને છે. કારણ કે ભારતીય ઘરોમાં ભોજન રોટલી વિના અધૂરું રહે છે. હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં ભોજન પકાવવાને લઈને કેટલીક જરૂરી વાતો જણાવવામાં આવી છે. જેનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્ર અનુસાર જો ભોજન પકાવતી વખતે આ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો ભોજન અમૃત સમાન બની જાય છે અને સાથે જ ઘરમાં સકારાત્મકતા આવે છે. આજે તમને રોટી સંબંધિત આવો જ ચમત્કારી ટોટકો જણાવીએ.
રોટલીનો તવો બનાવશે તમને અમીર
આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુ
રસોડામાં રોટલી બનાવવા માટે જે તવો રાખવામાં આવેલો હોય તેની મદદથી તમે અમીર બની શકો છો. તેના માટે તવા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે.
- રોજ રોટલી બનાવતી વખતે તમે જ્યારે તવો ગરમ કરો તો તેના પર થોડું મીઠું પહેલા છાંટી દેવું. મીઠું નહીં તો તમે થોડું દૂધ પણ છાંટી શકો છો.. ત્યાર પછી જે પહેલી રોટલી બનાવો તે ગાયને ખવડાવો. આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે.
આ પણ વાંચો: Samsaptak Yog: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની ચાંદી જ ચાંદી
- રોટલી બનાવ્યા પછી તવાને ક્યારે સાફ કર્યા વિના રાખવો નહીં.. તવાને હંમેશા સાફ કરીને તેની યોગ્ય જગ્યાએ મૂકી દેવો.
- ખાસ કરીને આખી રાત તવો કે કઢાઈ ખરાબ રાખી મૂકવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડિયું મેષ સહિત 6 રાશિ માટે અનુકૂળ, થશે આર્થિક લાભ મળશે સફળતા
- રસોડામાં થવાને હંમેશા આડો રાખવો જોઈએ. ઉભો થવો રાખવાથી પણ અપશુકન થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)