Trigrahi Yog In Leo 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈપણ ગ્રહ ગોચર કરે છે તો તેનો શુભ અને અશુભ પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. આ પ્રકારે એક રાશિમાં ત્રણ ગ્હોની સાથે થવાથી ઘણા શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. ત્રણ ગ્રહોની યુતિને ત્રિગ્રહી યોગના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખુબ દુર્લભ માનવામાં આવે છે અને તેનો પ્રભાવ દરેક જાતકો પર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવી સિંહ રાશિમાં મંગળ, બુધ અને શુક્ર એક સાથે બિરાજમાન થવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નોંધનીય છે કે 25 જુલાઈએ બુધે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં મંગળ અને શુક્ર પહેલાથી હાજર છે. તેવામાં 50 વર્ષ બાદ સિંહમાં આ ગ્રહોની યુતિ બની રહી છે, જે કેટલાક જાતકો માટે વિશેષ રૂપથી લાભદાયી છે. 


મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ મેષ રાશિના જાતકોને શુભ લાભદાયી થશે. સામાજિક સ્તર પર આ લોકોને સહયોગ પ્રાપ્ત થશે. તો ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયમાં તમારા પ્રદર્શનમાં પણ સુધાર થશે. નોકરી-વેપારમાં સારો આર્થિક લાભ પ્રાપ્ત થશે. 


કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિમાં બનેલા ત્રિગ્રહી યોગથી કુંભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મકતા જોવા મળશે. આ સમયમાં તમે અધૂરા કાર્ય પૂરા કરી શકશો. તો લાભ કમાવા માટે પણ સારો સમય છે. કામમાં સુધાર થશે. ભાગીદારીથી વેપાર કરી શકો છો, તો આ સમયે તમારે સતર્ક રહેવાની જરૂર છે. તો અધિકારીઓને આ સમયે સહયોગ પ્રાપ્ત થશે. 


આ પણ વાંચોઃ 8 દિવસમાં પલટી મારશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, તિજોરીમાં કરી રાખજો જગ્યા લાગશે લોટરી


સિંહ રાશિ
નોંધનીય છે કે સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. આ સમયમાં જીવનમાં ખુશીઓનું આગમન થશે. પારિવારિક અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. વેપારથી ખુબ ધન લાભ થશે. 


તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની આ દુર્લભ યુતિથિ બનનાર તુલા રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મળશે. સાથે મુશ્કેલીથી છુટકારો મળશે. ત્રિગ્રહી યોગ ધનલાભ કરાવશે. આ સમયમાં આવકમાં વધારો થવાની સંભાવના છે. પ્રમોશનનો લાભ મળવાની પ્રબળ સંભાવના છે. આ સમયે પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. જલદી લગ્નનો યોગ બની રહ્યો છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube