Tijori ke totke: દરેક ઘરમાં એક એવી જગ્યા હોય છે જ્યાં ધન અને સોનાની વસ્તુ રાખવામાં આવે છે. મોટાભાગના લોકો ધન રાખવા માટે તિજોરી રાખે છે અને ઈચ્છા કરે છે કે તેમની તિજોરી દિવસ અને દિવસે ધનથી ભરાતી રહે અને ક્યારેય ખાલી ન થાય. આજ કારણથી એવું માનવામાં આવે છે કે તિજોરીને ક્યારેય ખાલી રાખવી નહીં. આ સિવાય એવા કેટલાક ઉપાયો પણ છે જેને કરવાથી તિજોરીમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર ઉપર હંમેશા રહે છે અને તિજોરી ધનથી ભરાયેલી રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


11 માર્ચે શનિવાર અને સંકટ ચતુર્થીનો સર્જાશે સંયોગ, શનિદેવ અને ગણેશજીના મળશે આશીર્વાદ


ચૈત્રી નવરાત્રી દરમિયાન કરો દુર્ગા સપ્તશતી પાઠ, મનની દરેક ઈચ્છા થશે પુરી


ચૈત્ર મહિનામાં કરો આ કામ, બનશો ધનવાન અને દરેક કાર્યમાં થશો સફળ

તિજોરી સંબંધિત ઉપાય


- તિજોરીમાં 10-10 રૂપિયાની નોટનું બંડલ રાખવું જોઈએ. સાથે જ તિજોરીમાં પિત્તળ અને તાંબાના સિક્કા પણ રાખવા જોઈએ. 


- શુભ મુહૂર્તમાં પીપળાનું એક પાન લેવું અને તેને પાણીથી બરાબર સાફ કરી લેવું. ત્યાર પછી દેશી ઘીમાં સિંદૂર ઉમેરીને આ સિંદૂર વડે પીપળાના પાન ઉપર ઓમ લખો. ત્યાર પછી તેને તિજોરીમાં રાખી દેવું. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવાથી ધનની ખામી દૂર થાય છે. 


- ધન સંપત્તિ વધે તે માટે તિજોરીમાં કાળી ચણોઠીના 11 દાણા રાખવા જોઈએ. આ સિવાય તિજોરીમાં અંદર હંમેશા લાલ વસ્ત્ર પાથરી રાખવું અને અંદર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ રાખવી. 


- તિજોરીની અંદર ઐશ્વર્ય વૃદ્ધિ યંત્ર રાખવાથી પણ તિજોરી હંમેશા ભરેલી રહે છે. 


- ઘરમાં કોઈ પૂજા થઈ હોય તો તેમાં જે સોપારીની ગૌરી ગણેશનું રૂપ માનીને પૂજા કરવામાં આવી હોય તેને જનોઈ સહિત તિજોરીમાં પધરાવી દેવું. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે.