Shukrawar ke upay: હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યા અને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યા દૂર થાય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધન વૈભવ અને ઐશ્વર્ય દેનાર માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવા પણ લાભકારી સાબિત થાય છે. આ ઉપાયો શુક્રવારે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ કુંડળીમાં જો શુક્ર ગ્રહની સ્થિતિ નબળી હોય તો તે પણ મજબૂત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારના ઉપાય


આ પણ વાંચો:


Khappar Yog: અધિકમાસમાં સર્જાશે મહાભયંકર ખપ્પર યોગ, 5 રાશિના લોકોનો શરુ થશે ખરાબ સમય


શિવલિંગની પૂજા એટલે બ્રહ્માંડની પૂજા, શિવલિંગના આ ગુઢ રહસ્યો વિશે નહીં જાણlતા હોય


હળદરના આ ચમત્કારી ટોટકા કર્યાના 24 કલાકમાં જ અચૂક થાય ધનલાભ, અચાનક થાય છે મોટો લાભ


1. આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા અને શુક્રવારનું વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી અને તેમને કમળનું ફૂલ અર્પણ કરવું તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 


2. શુક્રવારના દિવસે લીમડાના જાળમાં જળ અર્પણ કરવું. માનવામાં આવે છે કે લીમડાના ઝાડમાં માતા ભગવતી નો વાસ હોય છે આમ કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. 


3. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ રંગ માતા લક્ષ્મીને પ્રિય છે. આ દિવસે ચોખા ખાંડ દૂધ દહીં વગેરેનું દાન કરવું જોઈએ. 


4. જો તમારા કોઈ કામમાં સમસ્યાઓ આવી રહી હોય અને સફળતા ન મળતી હોય તો શુક્રવારના દિવસે કાળી કીડીને ખાંડ ખવડાવવાથી લાભ થાય છે. 


5. પાંચ શુક્રવાર સુધી ખીર બનાવીને મંદિરમાં દાન કરવાથી જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)