Tulsi Ke Totke: હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. ગૃહિણીઓ રોજ તુલસીમાં જળ અર્પણ કરીને તેની પૂજા પણ કરે છે. આ સિવાય રોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પણ કરવામાં આવે છે. નિયમિત આ રીતે તુલસીની પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તેવી માન્યતા છે. તેથી જ જો અમીર બનવું હોય અને સુખી જીવન જેવું હોય તો મહેનત કરવાની સાથે તુલસીની પૂજા પણ જરૂર કરો. ધર્મ શાસ્ત્રમાં એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. આજે તમને તુલસીનો આવો જ એક અચૂક ઉપાય જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકો


જ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અને તેના આશીર્વાદ મેળવવાના ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં તુલસીના છોડના આ ઉપાયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ઉપાય ઝડપથી ફળ આપે છે. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરિણામ પણ મળવા લાગે છે. તુલસી માં લક્ષ્મીનું જ રૂપ છે અને ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. તેથી તુલસીના આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ભાગ્ય ચમચી જાય છે. આ ઉપાય કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે. 


આ પણ વાંચો: થાળીમાં રોટલી પીરસતી વખતે કે કોઈને આપતી વખતે ન કરો આ ભુલ, છીનવાઈ જશે પરિવારની ખુશીઓ


આ ઉપાય કરવા માટે ખાસ દિવસે તુલસીના છોડમાં પાણીની સાથે કાચું દૂધ અર્પણ કરવાનું હોય છે. ખુબ જ સરળ આ કામ કરી લેવાથી ભાગ્ય બદલી શકે છે. સફેદ વસ્તુના સંબંધ માતા લક્ષ્મી સાથે છે તેથી જ માતા લક્ષ્મીને પણ ખીર અને દૂધથી બનેલી મીઠાઈઓ વધારે ધરવામાં આવે છે. સફેદ વસ્તુનો સંબંધ શુક્ર ગ્રહ સાથે પણ છે. શુક્ર ધન અને વૈભવના દાતા છે. તુલસીમાં કાચું દૂધ ચડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે. 


આ પણ વાંચો: Astro Tips: લગ્નના દિવસે વરસાદ થવો શુભ કે અશુભ ? જાણો શું છે માન્યતા


કાચા દૂધનો ઉપાય 


શીઘ્ર ફળ આપતો આ ઉપાય શુક્રવારથી શરુ કરવો. શુક્રવારે તુલસીની પૂજા કરો ત્યારે સૌથી પહેલા તેમાં કાચું દૂધ અર્પણ કરવું. ત્યાર પછી નિત્યક્રમ અનુસાર પાણી અર્પણ કરી પૂજા કરવી. આ રીતે દર શુક્રવારે તુલસીની વિશેષ પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગે છે. સાથે જ જો પરિવારમાં ઝઘડા થતા હોય તો તેમાં પણ શાંતિ અનુભવાય છે. શુક્રવારની સાથે જો તમે ગુરુવારે પણ તુલસીમાં કાચું દૂધ અર્પણ કરો છો તો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)