Astro Tips: લગ્નના દિવસે વરસાદ થવો શુભ કે અશુભ ? જાણો શું છે માન્યતા
Astro Tips: લગ્ન જો ચોમાસાની સિઝનમાં હોય તો વરસાદ લગ્નમાં વિઘ્ન બની શકે છે. ઘણીવાર એવું થાય છે કે લગ્નના દિવસે ધોધમાર વરસાદ આવે અથવા તો લગ્ન થઈ રહ્યા હોય ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જાય. લગ્નના દિવસે વરસાદ થવો તેને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આજે તમને જણાવીએ ધાર્મિક માન્યતા અનુસાર લગ્નના દિવસે વરસાદ થાય તો તે શુભ ગણાય કે અશુભ.
Trending Photos
Astro Tips: દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસ માટે યુવક અને યુવતી બંનેએ ઘણા બધા સપના જોયા હોય છે. લગ્નના દિવસથી એક અલગ સંબંધ અને પ્રેમની શરૂઆત થાય છે જે જીવનભર ચાલે છે. લગ્નનો દિવસ એવો હોય છે જ્યારે કોઈપણ પ્રકારની સમસ્યા આવે તે કોઈને પસંદ નથી. આમ તો લગ્નના દિવસે કોઈ સમસ્યા સર્જાતી નથી કારણ કે બધું જ પ્લાનિંગથી કરવામાં આવેલું હોય છે.
પરંતુ લગ્ન જો ચોમાસાની સિઝનમાં હોય તો વરસાદ લગ્નમાં વિઘ્ન બની શકે છે. ઘણીવાર એવું થાય છે કે લગ્નના દિવસે ધોધમાર વરસાદ આવે અથવા તો લગ્ન થઈ રહ્યા હોય ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જાય. લગ્નના દિવસે વરસાદ થવો તેને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આજે તમને જણાવીએ ધાર્મિક માન્યતા અનુસાર લગ્નના દિવસે વરસાદ થાય તો તે શુભ ગણાય કે અશુભ.
લગ્નના દિવસે વરસાદ થવો
વરસાદ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં વરસાદને ખુશહાલીનો સંકેત માનવામાં આવે છે. તેથી જ જો લગ્નના દિવસે વરસાદ થાય તો તેને પણ શુભ ગણવામાં આવે છે. જે રીતે વરસાદ પડવાથી ધરતી લીલીછમ થઈ જાય છે તે રીતે લગ્નના દિવસે જો વરસાદ થાય કે લગ્ન થતા હોય ત્યારે વરસાદ થાય તો તેને શુભ પ્રતીક માનવામાં આવે છે. લગ્નમાં વરસાદ થવો તે ભગવાનના આશીર્વાદ ગણાય છે. માન્યતા એવી પણ છે કે જેના લગ્નમાં વરસાદ થયો હોય તેનું વૈવાહિક જીવન સફળ રહે છે.
લગ્નના દિવસે વરસાદ થાય તો દંપત્તિને સંતાન સુખ પણ જલ્દી પ્રાપ્ત થાય છે. તેની પાછળ માન્યતા છે કે વરસાદ જે રીતે સૂકી ભૂમિને ઉપજાવ બનાવે છે તે રીતે વિવાહના દિવસે લગ્ન થાય તો દંપતીના જીવનમાં પણ સંતાન ઝડપથી આવે છે.
લગ્નના દિવસે વર અને વધુ પર જો અમી છાંટણા પડે તો માનવામાં આવે છે કે તેમના સંબંધ મજબૂત બને છે. વરસાદના અમી છાંટણા પતિ-પત્નીના સંબંધને અતૂટ બનાવે છે અને તેમને ખુશહાલ રાખે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે