100 વર્ષ બાદ એક સાથે બનશે 2 શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળા માટે ગોલ્ડન પીરિયડ, એવો બંપર લાભ થશે કે દુશ્મનો ઈર્ષા કરશે
આવતા મહિને એક નહીં પરંતુ બબ્બે શક્તિશાળી રાજયોગ બનશે જે કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે અને સુખ સંપત્તિ વધે તેવા પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે....
વૈદિક જ્યોતિષમાં પંચ મહાપુરુષ રાજયોગનું વર્ણન મળે છે. જેને જ્યોતિષમાં ખુબ જ શુભ ગણવામાં આવે છે. આ રાજયોગ જે લોકોની કુંડળીમાં હોય તે લોકો ધનવાન બને છે. આ સાથે જ આ લોકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બરમાં માલવ્ય અને ભદ્ર રાજયોગ બનવા જઈ રહ્યા છે. આ રાજયોગ બુધ અને શુક્ર ગ્રહના ગોચરથી બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને નોકરીમાં પ્રમોશન અને કારોબારમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
મકર રાશિ
મકર રાશિવાળા માટે ભદ્ર અને માલવ્ય રાજયોગનું બનવું લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી દશમ ભાવ જ્યારે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ નોકરીયાત જાતકોને ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે અને બીજી જગ્યાએથી નોકરીનો સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. આ સમય દરમિયાન તમારા અટકેલા કાર્યો પણ પાર પડશે. આ સમયગાળામાં વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો.
કર્ક રાશિ
ભદ્ર અને માલવ્ય રાજયોગ બનવાથી કર્ક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ત્રીજા તો શુક્ર ગ્રહ ચતુર્થ ભાવમાં ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સુખ સુવિધાઓમાં વધારો જોવા મળશે અને કરિયરના ક્ષેત્રમાં શાનદાર તકો મળશે. આ સાથે જ તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. માતા સાથે સંબંધ સારા થશે. જીવનસાથી સાથે સંબંધ સારા થશે અને પરિવારનો ડગલે ને પગલે સાથ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે ભદ્ર અને માલવ્ય રાજયોગ શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ચતુર્થ તો શુક્ર તમારી રાશિથી પંચમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમને પણ ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. ધનની પ્રાપ્તિ માટે નવા નવા માર્ગ ખુલશે અને બિઝનેસમાં સફળતા પણ મળવાના યોગ છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે અને સાથે મળીને કોઈ જમીન કે પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. આ સમય દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.