ગુજરાતના `ચુલના મેળો`માં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
Chul no Melo: દાહોદ જિલ્લો આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતો બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમા આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી. દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે .
unique tradition: જિલ્લામાં ધુળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જેને લોકો ''ચુલના મેળા'' તરીકે ઓળખે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયારમા લોકો પોતાની માનતા પુરી કરવા ધુળેટીના દિવસે લોકો ધગધગતા અંગારામા ચાલી પોતાની માનતા પુરી કરે છે.
દાહોદ જિલ્લો આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતો બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમા આદિવાસીઓ નો સૌથી મોટો તહેવાર એટલે હોળી . દાહોદ જિલ્લા ના આદિવાસી ઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળી ના ૫ દિવસ પહેલા એટ્લે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે.
સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
જેમાં સૌથી મોટો મેળો એટ્લે 'ચુલ નો મેળો' આ મેળો હોળી ના બીજા દિવસ એટ્લે કે ધુળેટીના દિવસે ઉજવાય છે. જેમા લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આ મેળો દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના ગાંગરડીમાં, લીમખેડા તાલુકાના દુધીયા અને રણધીકપુરમાં યોજાય છે તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકાના રણીયાર ગામમાં યોજાય છે.
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો
Top-10 Bikes: ફેબ્રુઆરીમાં આ 10 બાઇક્સની રહી બોલબાલા, ખબર છે સૌથી વધુ કઇ બાઇક વેચાઇ?
દાહોદ જિલ્લામાં આમ તો આગિયારસથી લઇને પાંચમ સુધી અનેક મેળાઓ યોજાય છે. ઝાલોદ તાલુકાના રણિયાર સરકારીમા ધુળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનું અનેરુ મહત્વ છે. આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડ રાય મંદીરના પંટાગણમાં યોજાય છે. આ મેળામા ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામાં આવે છે.
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય
આ ચુલમાં અંગારા કરવા માટે ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામા આવે છે. ત્યારબાદ આ ચુલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા ૫*૨.૫ હાથ ફૂટ લાંબો,, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઉંડો ખાડો ખોદવામા આવે છે.
આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઇને સૌથી પહેલા ઠંડી ચુલ ચાલતા હોય છે. ત્યારબાદ ગરમ ચુલમાં ચાલવામાં આવે છે. ત્યારે એ જ ખાડામાં સુકા લાક્ડા મુકીને સળગાવવામા આવે છે. ત્યારબાદ એક્દમ ધગધગતા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદ્ડા વડે અંગારામાં ઘીની આહુતી આપતા હોય છે. આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમા સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે.
મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ
Pomegranate Peel:કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા
આ ચુલના મેળામાં ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડ્તા નથી. ત્યારે ઝાલોદ તાલુકાના રણીયારમા ચુલના મેળામા લોકો ધગધગતા અંગારામાં ચાલીને પોતાની માનતા પુરી કરતા હોય છે. આ મેળાને જોવા માટે દૂર-દૂર થી લોકો આવે છે.
આ ઢોલીવુડ ફિલ્મોએ કમાણીના મામલે બોલીવુડની પણ બોલતી બંધ દીધી, આ છે ગુજ્જુ પાવર
ગુજરાતી જમાઈ! માધુરીડિમ્પલને તો કિસ સીનમાં તમ્મર લાવી દીધા, 3 હિરોઈનો સાથે હતું અફેર