Utpanna Ekadashi 2024: મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Utpanna Ekadashi 2024: આ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.
Utpanna Ekadashi 2024: વર્ષ દરમિયાન આવતી 24 એકાદશી માંથી ઉત્પન્ના એકાદશીનો વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે આ ફળદાયી એકાદશી 26 નવેમ્બર અને મંગળવારે આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને દેવી તુલસીને પૂજા કરવાનો વિધાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે ઉત્પન્ના એકાદશીના દિવસે કેટલાક શુભ સંયોગ પણ બની રહ્યા છે.
આ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.
આ પણ વાંચો: વૃષભ, સિંહ રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળવું
ઉત્પન્ના એકાદશીનો સંબંધ ધનના દેવીમાં લક્ષ્મી સાથે પણ છે. માતા લક્ષ્મીની કૃપાથી અને આ 3 યોગ અને નક્ષત્રોના શુભ સંયોગથી મંગળવાર અને ઉત્પન્ના એકાદશી બધી જ રાશિઓ માટે શુભ દિવસ રહેશે. પરંતુ 5 રાશિના લોકો આ દિવસે માલામાલ થઈ શકે છે. આ પાંચ રાશિના લોકોને મંગળવારે અચાનક ધન લાભ થાય તો પણ નવાઈ નહીં. તો ચાલો તમને જણાવીએ મંગળવારની પાંચ લકી રાશિ કઈ છે ?
ઉત્પન્ના એકાદશીના શુભ યોગની રાશિઓ પર અસર
આ પણ વાંચો: Vastu Tips: સામાન્ય લાગતો દીવો તમારી કિસ્મત બદલી દેશે, ઘરમાં ચારેતરફથી આવવા લાગશે ધન
મેષ રાશિ
મેષ રાશિ માટે ઉત્પન્ના એકાદશી આર્થિક લાભ કરાવનાર હશે. વેપારમાં નવા કસ્ટમર મળવાથી નફો વધશે. દિવસ તો શાનદાર રહેશે અને બેંક બેલેન્સ વધશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વર્ક પ્લેસ પર માન સન્માન વધશે. વધારાની આવકના સોર્સ બનશે. સુખ શાંતિ વધશે. લગ્ન જીવનમાં મધુરતા આવશે.
આ પણ વાંચો: 29 નવેમ્બરથી વૃષભ સહિત 3 રાશિઓના સુખના દિવસો શરુ થશે, શુક્ર જબરદસ્ત ધન લાભ કરાવશે
મિથુન રાશિ
રોકાણ કરવા માટે સારો સમય. કરજથી મુક્તિ મળી શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે. વર્ક લોડ ઘટશે. નવા વેપારિક સંબંધ બનશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. પારિવારિક જીવન મધુર રહેશે. મેરીડ લાઈફમાં રોમાન્સ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ રાશી
સિંહ રાશી ના લોકો લીડરશીપ ક્વોલિટીના કારણે ધન અર્જિત કરી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે. વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે શુભ દિવસ. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.
આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રિય છે આ રાશિઓ, તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે, દાન-પુણ્યમાં પણ આગળ હોય
તુલા રાશિ
તુલા રાશિના લોકોને સંપત્તિથી લાભ થશે. જમીન અને મકાનની ખરીદી શુભ ફળ આપશે. માનસિક શાંતિ વધશે. ધન લાભ થવાની સંભાવના. કરજથી મુક્તિ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. જીવનમાં સુખ શાંતિ વધશે.
આ પણ વાંચો: 4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ
ધન રાશિ
ધન રાશી માટે પણ આ દિવસ શુભ. નોકરીમાં ઇચ્છિત ટ્રાન્સફર અને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને લાભ થશે. વ્યવસાયિક કરજથી મુક્તિના યોગ. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. પારિવારિક જીવન સારું રહેશે. લવ લાઇફમાં રોમાન્સ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)