ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાયની જાહેરાત
શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાને કરને તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે.
શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.
આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉમાં રામ મંદિરમાં મોરારિબાપુ દ્રારા 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube